Astrology
oi-Manisha Zinzuwadia
Parshuram Jayanti 2023: ભગવાન વિષ્ણુના દશાવતારમાંના એક ભગવાન પરશુરામનો પ્રાકટ્યોત્સવ, વૈશાખ શુક્લ તૃતીયા, 22 એપ્રિલ, 2023 શનિવારના રોજ ઉજવવામાં આવશે. મહર્ષિ જમદગ્નિ અને માતા રેણુકાના પુત્ર પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે.
ભગવાન પરશુરામ વૈશાખ શુક્લ તૃતીયાના રોજ પ્રદોષકાલની સાંજે પ્રગટ થયા હતા. પરશુરામ સાત ચિરંજીવોમાંના એક છે અને હજુ પણ પૃથ્વી પર હયાત છે.
બ્રાહ્મણ સમાજ ભવ્ય આયોજન
ભગવાન પરશુરામ સમગ્ર બ્રાહ્મણ સમાજના આરાધ્ય છે. પરશુરામની જન્મજયંતિના દિવસે બ્રાહ્મણ સમાજ ભવ્ય આયોજન કરીને તેમની પૂજા કરે છે. જન્મ પછી માતા-પિતાએ ભગવાન પરશુરામનું નામ રામ રાખ્યું. તેઓ ભગવાન શંકરના વિશિષ્ટ ભક્ત હતા, તેમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે તેમને અનેક શસ્ત્રો આપ્યા હતા. ફરસા પણ તેમાંથી એક હતુ. ફરસાને પરશુ કહેવામાં આવે છે, તેથી પરશુ મળ્યા પછી તેમનું નામ પરશુરામ રાખવામાં આવ્યું.
Akshaya Tritiya/Akhatrij 2023: આજે અખાત્રીજે સ્વયંસિદ્ધ મુહૂર્ત પર કરો સ્વર્ણ પૂજન, ભરાશે ધનના ભંડાર
પરશુરામનું જન્મસ્થળ
ભગવાન પરશુરામનું જન્મસ્થળ મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લાના માનપુર ગામમાં જનપાવ નામની પર્વતમાળા છે. અહીં મધ્યપ્રદેશ સરકાર તેમનું ભવ્ય મંદિર બનાવી રહી છે.
બળ, શૌર્યથી ભરી દે પરશુરામ ગાયત્રી મંત્ર
પરશુરામ જન્મોત્સવના દિવસે પરશુરામ ગાયત્રી મંત્રનો જાપ તમને શક્તિ, પરાક્રમ, હિંમત અને શક્તિથી ભરી દે છે. આ મંત્રથી સાધકને જમીન, ધન, જ્ઞાન, ઇચ્છિત સિદ્ધિ, શત્રુઓથી મુક્તિ, ગરીબીનું દમન, સંતાન, વાણી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
UP: કોવિડ-19ના કારણે અનાથ થયેલા બાળકોની મદદ માટે આગળ આવી યોગી સરકાર, લીધુ આ મોટુ પગલું
મંત્ર
- ऊं जामदग्न्याय विद्महे महावीराय धीमहि, तन्नो परशुराम: प्रचोदयात् ।
- ऊं ब्रह्मक्षत्राय विद्महे क्षत्रियान्ताय धीमहि, तन्नो राम: प्रचोदयात् ।
- ऊं रां रां ऊं रां रां परशुहस्ताय नम: ।
પ્રદોષ કાળમાં થશે પૂજા
ભગવાન પરશુરામનો જન્મ સાંજે પ્રદોષ કાળમાં થયો હતો. તેથી પૂજા પણ પ્રદોષકાળમાં થશે. પ્રદોષકાલ સાંજે 6.49 થી 7.11 સુધી રહેશે. આ દરમિયાન ભગવાન પરશુરામની મૂર્તિને દૂધ અને ગંગાના જળથી સ્નાન કરાવ્યા બાદ મંત્રોચ્ચાર સહિતની ધાર્મિક વિધિઓ સાથે પૂજા પૂર્ણ કરો.
UP Nagar Nigam Election: યોગીજી માટે બધુ ન્યોછાવર, કહીને પાર્ટીના બળવાખોરોએ ફૉર્મ પાછા ખેંચ્યા
English summary
Parshuram Jayanti on 22 April 2023. Know the puja time and significance here.
Story first published: Saturday, April 22, 2023, 10:41 [IST]