Astrology

oi-Manisha Zinzuwadia

|

Palmistry: દરેકના મનમાં એ જાણવા માટે ઉત્સુકતા હોય છે કે પોતાનો જીવનસાથી કેવો હશે કે તેનુ લગ્નજીવન કેવુ રહેશે. દરેકના મનમાં પોતાના લગ્ન જીવન માટે એક અલગ જ ઉત્સાહ હોય છે.

લગ્નના પવિત્ર બંધનની રાહ દરેકને હોય છે, સાથે જ મનમાં ઘણા સવાલ પણ હોય છે. અમુક લોકોના ભાગ્ય અચાનક તેમના લગ્ન પછી ચમકવા લાગે છે. એટલે કે તેમના જીવનસાથી તેમના માટે ઘણા લકી સાબિત થાય છે.

સમુદ્ર શાસ્ત્ર અનુસાર છોકરીઓના શરીર પર કેટલાક એવા નિશાન હોય છે જેના પરથી એ જાણી શકાય છે કે તેઓ તેમના પતિ માટે કેટલી શુભ રહેશે. સમુદ્ર શાસ્ત્ર સિવાય ઘણા ધાર્મિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આવનારી વધુના શરીર પર અમુક નિશાન જોવા મળે તો સમજી લેવુ કે પતિ અને તેના સમગ્ર જીવનમાં ટૂંક સમયમાં સકારાત્મક પરિવર્તન આવવાના છે. આવો જાણીએ આ નિશાનીઓ વિશે…

Numerology: આ મૂલાંકવાળા લોકો રહે છે દેખાડાથી દૂર, બિલકુલ નથી ગમતો ખોટો ખર્ચNumerology: આ મૂલાંકવાળા લોકો રહે છે દેખાડાથી દૂર, બિલકુલ નથી ગમતો ખોટો ખર્ચ

ગરદન

ભવિષ્ય પુરાણમાં જણાવવામાં આવ્યુ છે કે જો કોઈ સ્ત્રીની ગરદન ચાર આંગળીઓ જેટલી લાંબી હોય અને તેની ગરદન પર ત્રણ રેખાઓ હોય તો આવી મહિલાઓ તેમના પતિના જીવનમાં શુભફળ લાવે છે. તેમની પાસે આભૂષણોની ક્યારેય કમી નથી રહેતી. આ સિવાય ગોળ આકારની ગરદનવાળી મહિલાઓ પણ ભાગ્યશાળી માનવામાં આવે છે.

ગોળ ચીન

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર ગોળ, પૃષ્ટ અને નરમ ચિન વાળી સ્ત્રીઓ પણ શુભ ફળ આપનારી હોય છે. એવુ માનવામાં આવે છે કે જો કોઈ સ્ત્રીની ચીન ચિબુક હોય તો તે તેના સાસરિયાઓ માટે ભાગ્યશાળી હોય છે.

B'day: એક ફિલ્મથી આટલા કરોડ કમાય છે વરુણ ધવન, કુલ સંપત્તિ જાણીને ચોંકી જશોB’day: એક ફિલ્મથી આટલા કરોડ કમાય છે વરુણ ધવન, કુલ સંપત્તિ જાણીને ચોંકી જશો

ગાલ

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, જો કોઈ છોકરીના ગાલ ખરબચડા, ચીકણા અથવા પાતળા હોય તો તે કોઈ શુભ સંકેત નથી. બીજી તરફ ગોળાકાર ગાલવાળી છોકરીઓ ખૂબ જ શુભ હોય છે. જો તેમના ગાલ પર સહેજ પીળાશ હોય તો તે વધુ શુભ સંકેત માનવામાં આવે છે.

Today's IPL Match 2023: આઈપીએલમાં આજે કોની-કોની વચ્ચે મેચ છે - DC vs SRHToday’s IPL Match 2023: આઈપીએલમાં આજે કોની-કોની વચ્ચે મેચ છે – DC vs SRH

આ રીતે હસે

એવુ કહેવાય છે કે હસતી વખતે જો કોઈ છોકરીના દાંત ન દેખાય, ગાલ ફૂલી જાય અને આંખો બંધ ન થાય તો આ ખૂબ જ શુભ સંકેતો છે. આવી છોકરીઓ ખૂબ જ ખુશખુશાલ હોય છે. તે જ્યાં પણ જાય, તેની આસપાસનુ વાતાવરણ હંમેશા ખુશનુમા રહે છે.

રાણીની જેમ રહે

ભવિષ્ય પુરાણ કહે છે કે જો કોઈ સ્ત્રીના દાંત સફેદ, ચમકદાર અને સુંદર હોય, આ સિવાય તે થોડા બહાર નીકળેલા હોય તો આવી સ્ત્રીઓનો ભાગ્યમાં રાજયોગ હોય છે. તે ખૂબ જ સરસ અને શાહી જીવન જીવે છે.

હીટવેવથી જીવનને સૌથી વધુ જોખમ, યુરોપમાં 15 હજારથી વધુ મોત, જાણો યુએન ક્લાઈમેટ ચેન્જ રિપોર્ટહીટવેવથી જીવનને સૌથી વધુ જોખમ, યુરોપમાં 15 હજારથી વધુ મોત, જાણો યુએન ક્લાઈમેટ ચેન્જ રિપોર્ટ

English summary

Palmistry: Girls with these signs are very lucky for their husbands.

Story first published: Monday, April 24, 2023, 11:13 [IST]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here