Astrology

oi-Manisha Zinzuwadia

|

Palmistry: સામુદ્રિક શાસ્ત્ર વૈદિક જ્યોતિષશાસ્ત્રનો એક ભાગ છે. આમાં, વ્યક્તિના શારીરિક દેખાવ અને તેના પર રહેલા નિશાન પરથી ઘણું જાણી શકાય છે. સમુદ્રશાસ્ત્ર અનુસાર, માણસના શરીરના ભાગો અને નિશાન તેના ભવિષ્ય વિશે ઘણુ જણાવે છે.

આ ઉપરાંત તે વ્યક્તિની પસંદ, નાપસંદ અને તેના ગુણો પણ દર્શાવે છે. આ લેખમાં આપણે હાથના અંગૂઠા વિશે વાત કરીશું. વ્યક્તિના અંગૂઠાના આકારના પણ અલગ અલગ અર્થ હોય છે.

કોઈનો અંગૂઠો નાનો અને કોઈનો મોટો, લચીલો અને વાંકો અંગૂઠો પણ વ્યક્તિ વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી આપે છે. ચાલો જોઈએ, અંગૂઠાના આકારના આધારે વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ કેવી રીતે જાણી શકાય છે.

લચીલો અંગૂઠો

અમુક લોકોનો અંગૂઠો ખૂબ જ લચીલો હોય છે, એટલે કે અંગૂઠો પાછળની તરફ વધુ વળે છે. આવા લોકોનું મન ખૂબ ચંચળ હોય છે. તેમનું મન એક કાર્યમાં વધુ ધ્યાન કેન્દ્રિત થઈ શકતુ નથી. તેઓ ઘણીવાર ખોટી દિશામાં પ્રયાસ કરે છે અને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. તેઓ પોતાની શક્તિ નકામી વસ્તુઓમાં વેડફી નાખે છે.

લાંબો અને પાતળો અંગૂઠો

પાતળો અને લાંબો અંગૂઠો ધરાવતા લોકો ખૂબ જ શાંત અને મીઠા સ્વભાવના હોય છે. આવા લોકો પોતાની સારી વાણીના બળ પર લોકોનું દિલ સરળતાથી જીતી લે છે. તે કલાના ક્ષેત્રમાં ઘણું નામ કમાય છે. તેમને પડકારોનો સામનો કરવો પડે છે. પરિસ્થિતિ ગમે તે હોય પરંતુ તેમના પગલાં ડગમગતા નથી.

વાંકો અંગૂઠો

જો કોઈ વ્યક્તિના હાથનો અંગૂઠો વળેલો હોય તો આવા લોકો સરળતાથી કોઈની સાથે ભળી જાય છે. તેઓ સારી રીતે જાણે છે કે સંબંધોમાં સંવાદિતા કેવી રીતે જાળવવી. સમયની સાથે તેઓ પોતાનામાં પણ બદલાવ લાવે છે. તેઓ અહંકાર જેવી નકારાત્મક લાગણીઓથી દૂર રહે છે.

વધુ લાંબો અંગૂઠો

હસ્તરેખાશાસ્ત્રમાં વધુ લાંબો અંગૂઠો હોવો અશુભ માનવામાં આવે છે. આવા લોકોને કંઈ પણ સરળતાથી મળતું નથી. તેમનું જીવન ઉતાર-ચઢાવથી ભરેલું છે. કેટલીકવાર તેઓ મૂર્ખામીપૂર્ણ કામ પણ કરી બેસે છે.

English summary

Palmistry: Thumb shape can tell about persons nature and personality.

Story first published: Tuesday, May 16, 2023, 9:49 [IST]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here