Astrology

oi-Hardev Rathod

|

Numerology : જ્યોતિષની જેમ જ અંકશાસ્ત્રનું પણ જતકના જીવન પર વિશેષ મહત્વ રહે છે. અંકશાસ્ત્રમાં જાતકની જન્મ તારીખના આધારે તેનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન અંકાય છે. અંકશાસ્ત્રમાં જન્મતારીખનો સરવાળો કરીને મૂળાંકની ગણતરી કરવામાં આવે છે.

અંકશાસ્ત્રમાં, મૂળાંકની ગણતરી તારીખના આધારે કરવામાં આવે છે અને વ્યક્તિના જીવનની ગણતરી કરવામાં આવે છે. જો બાળકનો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો હોય તો તેમનો નંબર 1 હશે. આ મૂળાંકનો સ્વામી સૂર્ય છે અને તેનું મન ખૂબ જ તેજ હોય છે.

મૂળાંક 1 ધરાવતા લોકો તેજસ્વી મનના માલિક હોય છે. આ બાળકો બુદ્ધિમાં તેજ અને નીડર હોય છે. તેમનામાં કોઈ પણ કામ કરવાની ઘણી હિંમત હોય છે. તેઓ કોઈપણ કામ કરવામાં ડરતા નથી.

જ્યારે મૂળાંક 1 ધરાવતા લોકો કંઈક કરવાનું મન બનાવી લે છે, ત્યારે તેઓ તેને પૂર્ણ કરવામાં સક્ષમ છે. આ બાળકો ઉચ્ચ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ઘણું સારું કામ કરે છે. મૂળાંક એકના લોકો પોલીસ, સિવિલ સર્વિસ, રાજકારણ, ડૉક્ટર અથવા લશ્કરમાં ઘણું નામ કમાય છે.

મૂળાંક 1 ધરાવતા લોકોના વિશે એક રસપ્રદ વાત એ છે કે, તેઓ જે પણ ક્ષેત્રમાં આગળ વધવા માગે છે, તે ક્ષેત્રમાં તેઓ ઘણી સફળતા પ્રાપ્ત કરે છે.

મૂળાંક 1 ધરાવતા લોકોનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ હોય છે, પરંતુ જો તેઓ કેટલીક બાબતોનું ધ્યાન રાખે તો તેમના જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે.

મૂળાંક એકના લોકોએ ભોજનમાં ગોળ અવશ્ય લેવો જોઈએ. પીળા રંગોનો વધુ ઉપયોગ કરવો જોઈએ. સવારે ઉઠીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. ઘરની પૂર્વ દિશાની સ્વચ્છતા પર વધુ ધ્યાન આપવું જોઈએ.

English summary

Numerology : People born on this date are highly intelligent, know the personality

Story first published: Thursday, March 30, 2023, 20:08 [IST]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here