patient 2

Mrityu Yog: માણસ પોતાના મૃત્યુથી સૌથી વધુ ચિંતિત અને ભયભીત હોય છે. તે ધન સંગ્રહ, સંચય અને બધા ભોગ કરી લેવા માંગે છે. તેને દરેક ક્ષણે તેને કંઈક અથવા બીજુ ગુમ થવાનો ડર હોય છે. ઘણા લોકો અકુદરતી મૃત્યુ પણ પામે છે. હસ્તરેખાશાસ્ત્રમાં અકુદરતી મૃત્યુના ઘણા યોગ બતાવવામાં આવ્યા છે. રેખાઓ, નક્ષત્રો, વિવિધ ચિહ્નો દ્વારા જાણી શકાય છે કે વ્યક્તિનુ મૃત્યુ કેવી રીતે થશે. હથેળીમાં રહેલી જીવન રેખા પરથી વ્યક્તિની ઉંમર નક્કી થાય છે અને આ રેખા પરના ચિન્હો વગેરેથી મૃત્યુ અને અન્ય ઘટનાઓ-દૂર્ઘટનાઓની માહિતી મળે છે. આવો જાણીએ આવા જ કેટલાક યોગ વિશે.

અસ્વાભાવિક મૃત્યુ યોગ

જે વ્યક્તિના બંને હાથમાં જીવન રેખા પર ક્રોસનુ ચિહ્ન હોય તો તે કુદરતી મૃત્યુ યોગ છે.

  • જો આગળ વધતી વખતે વચ્ચે ક્યાંક તૂટી જાય.
  • જો જીવનરેખાની શરૂઆતમાં તારાનુ ચિન્હ હોય.
  • જો જીવનરેખા વાળની જેમ પાતળી અને અસ્પષ્ટ હોય.
  • જીવનરેખા ખૂબ જ ઊંડી અને પહોળી હોય.
  • જો જીવનરેખાનો રંગ પીળો હોય.
  • જીવનરેખા પર કોઈ ધબ્બો હોય.
  • જીવનરેખા શરૂઆતમાં સમૂહ જેવી હોય.
  • શરૂઆતમાં જીવનરેખા બે ભાગમાં વહેંચાયેલી હોય.
  • જીવનરેખા શુક્રના ક્ષેત્રમાં જતી રહી હોય.
  • જો જીવનરેખા તેના મૂળ બિંદુથી શરૂ થઈને મણિબંધના બીજા છેડા સુધી પહોચતી હોય.
  • જો ચંદ્ર રેખા જીવનરેખા ઓળંગીને શુક્ર પર્વત પર પહોંચતી હોય.
  • જો રીંગ ફિંગર પર તારાનુ નિશાન હોય. આ સિવાય પણ સેંકડો પ્રકારના ચિહ્નો છે.

શું હોય છે અસ્વાભાવિક મૃત્યુ

કોઈ રહસ્યમય રોગને કારણે મૃત્યુ, ભટકતા-ભટકતા ભૂખ અને તરસથી મૃત્યુ, પ્રાણીઓના પગ નીચે કચડાઈ જવાથી, પાણીમાં ડૂબી જવાથી, આગ લાગવાથી, વાહન અકસ્માતને કારણે, વીજ કરંટથી, જેલમાં હોવાને કારણે, ઘરની નીચે દટાઈ જવાને કારણે, વૃક્ષના પડી જવાથી, કોઈના દ્વારા ઝેર આપવાથી, કોઈ પારિવારિક મામલામાં ફસાઈ જવાથી થતા મૃત્યુને અસ્વાભાવિક મૃત્યુ કહેવાય છે.

English summary

Mrityu Yog: Know about Unnatural demise Yoga or Mrityu Yog in Your Pam.

Story first published: Friday, November 25, 2022, 14:47 [IST]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here