Astrology

oi-Hardev Rathod

|

Mesh Sankranti 2023 : હિન્દુ પંચાગમાં જણાવ્યા અનુસાર, 14 એપ્રિલ, 2023 શુક્રવારના રોજ સૂર્યદેવ મીન રાશિમાંથી ગોચર કરીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. ઉલ્લેખનીય છે કે, આ હિન્દુ નવું વર્ષ શરૂ થયા બાદ સૂર્ય રાશિ પરિવર્તન થશે.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સૂર્ય એક રાશિ છોડીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને ‘સંક્રાંતિ’ તરીકે ઓળખવામાં આવે છે.

મેષ સંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી તેમજ સ્નાન અને દાન અને કેટલાક ઉપાયો કરવાથી સાધકને વિશેષ લાભ મળે છે અને જીવનમાં આવનારી તમામ બાધાઓ દૂર થાય છે.

મેષ સંક્રાંતિના દિવસે કરો આ સરળ ઉપાય

જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, મેષ સંક્રાંતિના દિવસે સત્તુનું દાન સાધક માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય સત્તુનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

મેષ સંક્રાંતિના દિવસે સ્નાન અને દાન કરવાથી વિશેષ લાભ મળે છે. એટલા માટે આ દિવસે પાણીથી ભરેલા ઘડાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી સાધકને પુણ્યનું ફળ મળે છે.

મેષ સંક્રાંતિના દિવસે સાધકોએ ગોળનું દાન અવશ્ય કરવું જોઈએ. આ સાથે એવું માનવામાં આવે છે કે, આ કરવાથી શારીરિક પીડા દૂર થાય છે અને વ્યક્તિના દરેક કાર્ય સફળ થવા લાગે છે.

મેષ સંક્રાંતિના દિવસે પંખાનું દાન પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે વાંસના બનેલા પંખોનું જરૂરિયાતમંદોને દાન કરવું જોઇએ. આવું કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મેષ સંક્રાંતિના દિવસે ચણાનું દાન કરવું અથવા તેનું સેવન કરવું ખૂબ જ લાભદાયક છે. આવું કરવાથી, સૂર્ય કુંડળીમાં મજબૂત સ્થિતિમાં આવે છે અને સાધકને ગતિ અને પ્રગતિના આશીર્વાદ આપે છે.

English summary

use these remedy for Mesh Sankranti 2023 will get a lot of benefits

Story first published: Sunday, April 9, 2023, 14:09 [IST]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here