Astrology
oi-Manisha Zinzuwadia
Mars and Mercury: 13 નવેમ્બર, 2022ન ના રોજ મંગળ અને બુધ બંને ગ્રહ એક સાથે પોતાની રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. વક્રી ચાલી રહેલ મંગળ રાતે 8.49 વાગે મિથુનથી વૃષભ રાશિમાં જશે. જ્યારે બુધ તુલા રાશિમાંથી નીકળીને રાત્રે 9.19 વાગે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. માત્ર 30 મિનિટના તફાવત સાથે બંને ગ્રહોની રાશિ પરિવર્તન અનેક પ્રકારના શુભ સંકેતો આપી રહ્યુ છે.
મંગળના રાશિ પરિવર્તનનો પ્રભાવ
મંગળ વક્રી ચાલી રહ્યો છે. તે મિથુન રાશિમાં હતો ત્યાં સુધી તેનો શનિથી ષડાષ્ટક યોગ રચાયો હતો. હવે વૃષભ રાશિમાં ગોચરના કારણે ષડાષ્ટક યોગ સમાપ્ત થશે. તેની શુભ અસર શનિ અને મંગળની રાશિઓ, મકર-કુંભ અને મેષ-વૃશ્ચિક પર પડશે. આ રાશિના લોકોના જીવનમાં શાંતિ રહેશે. નાણાકીય સમસ્યાઓ ઓછી થશે. કટોકટી ટળી થશે. અટકેલા કામ ફરી એકવાર ગતિ મેળવશે અને સૌથી મોટી વાત આ ચાર રાશિના લોકોને સફળતા મળવાની શરુ થશે.
બુધના રાશિ પરિવર્તનનો પ્રભાવ
બુધ તુલા રાશિ છોડીને મંગળની રાશિ વૃશ્ચિકમાં જઈ રહ્યો છે. તેથી બુધની બંને રાશિઓ મિથુન અને કન્યાના જાતકોએ બૌદ્ધિક નિર્ણયો લેવામાં સમજી વિચારીને કામ કરવુ પડશે. જો કે મિલકત સુખ માટે સમય યોગ્ય છે. ચતુરાઈથી કામ કરવાથી લાભની સ્થિતિ રહેશે. બુધના રાશિ પરિવર્તન સાથે સૂર્ય, શુક્ર, કેતુ સાથે બનેલો ચતુર્ગ્રહી યોગ પણ સમાપ્ત થશે. અન્ય તમામ રાશિઓ માટે બંને ગ્રહોના રાશિ પરિવર્તન મિશ્ર રહેશે.
English summary
Mars and Mercury will change zodiac on the 13 November, 2022, know the effects.
Story first published: Tuesday, November 8, 2022, 10:46 [IST]