Astrology
oi-Manisha Zinzuwadia
Malmas 2023: સૂર્ય એક વર્ષ પછી મેષ રાશિમાં પ્રવેશ કરશે. 14 એપ્રિલ, 2023ના રોજ, બપોરે 2.28 વાગ્યે, સૂર્ય મીન રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તન સાથે મીન મલમાસ સમાપ્ત થશે અને સગાઈ, લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ સહિતના તમામ શુભ કાર્યો શરૂ થશે.
સૂર્યનુ તેની ઉચ્ચ રાશિમાં આવવાથી તમામ રાશિના જાતકોની માન અને પ્રતિષ્ઠા વધશે. પિતાનો સહયોગ મળશે. પ્રતિષ્ઠિત લોકો, ઉચ્ચ અધિકારીઓ સાથે સારો તાલમેલ રહેશે.
રાશિઓ પર પ્રભાવ
Weather Update: કાળઝાળ ગરમી શરુ, બે રાજ્યોમાં હીટવેવનુ એલર્ટ, હજુ તાપમાન વધશે
- મેષ: માન-સન્માન મળશે. પિતા સાથે સંબંધ સુધરશે. સરકારી સેવા ક્ષેત્રે લાભ થશે. આજીવિકાનું સાધન મળશે.
- વૃષભ: બારમો સૂર્ય તમને વધુ ખર્ચ કરાવશે પરંતુ કેસ વગેરે જેવા દરેક કામમાં વિજય મળશે. પરિવાર સાથેના સંબંધો સુધરશે.
- મિથુન: અગિયારમા ભાવમાં સૂર્ય તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો કરશે. સરકારી ધન પ્રાપ્ત થશે. નવા રોકાણોથી લાભ અને આજીવિકાનાં સાધનો મળશે.
- કર્કઃ નોકરીમાં પ્રગતિ, પદની પ્રાપ્તિ, પિતા તરફથી સુખ અને સહયોગ મળશે. આંખના રોગનો ભય, પૈસાનો ખર્ચ સાવધાનીપૂર્વક કરો.
- સિંહ: ભાગ્યને બળ મળશે. અટકેલા કાર્યો પૂરા થશે. માન-પ્રતિષ્ઠામાં વધારો થશે, સરકારી ક્ષેત્રથી પૈસા આવશે.
- કન્યા: ધનલાભ થશે, ધનની પ્રાપ્તિ થશે, સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત થશે. અષ્ટમનો સૂર્ય શારીરિક કષ્ટમાં વધારો કરશે.
- તુલા: વિવાહિત જીવનમાં મુશ્કેલી અને વિખવાદ થઈ શકે છે. ભાગીદારીના કામમાં મુશ્કેલી, શારીરિક પીડાનો ભય.
- વૃશ્ચિક: શત્રુઓ શાંત રહેશે. પરિવારમાં વાતાવરણ ખુશનુમા રહેશે. શારીરિક પીડા તમને પરેશાન કરી શકે છે. પૈસાની આવક ઓછી થશે.
- ધન: ઉચ્ચ શિક્ષણ મળશે. સંતાન સુખ પ્રાપ્ત થશે. માન, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. પ્રેમ સંબંધો ગાઢ બનશે.
- મકરઃ સુખ-સંપત્તિમાં વધારો થશે, શારીરિક અને માનસિક રીતે મજબૂત રહેશે. માતાનો સહયોગ મળશે. અટકેલા ધન પ્રાપ્ત થશે.
- કુંભ: પૈતૃક સંપત્તિ મળશે. કદાચ વધશે. સમાજમાં કોઈ મોટુ પદ મેળવી શકે છે. નોકરીની ચિંતા દૂર થશે.
- મીન: પૈસા અને વાણીમાં બળ મળશે. પ્રતિષ્ઠા સ્થાપિત થશે. લોકો આકર્ષિત થશે. બગડેલા પ્રેમ સંબંધો ફરી ગાઢ બનશે.
Coronavirus Update: કોરોના વાયરસના દૈનિક કેસ 10 હજારને પાર, સક્રિય દર્દીઓ પણ વધ્યા, એલર્ટ
કઈ રાશિના જાતકોએ કયા ઉપાય કરવા
- વૃષભ, કર્ક, તુલા, વૃશ્ચિક રાશિના જાતકો માટે મેષ રાશિમાં સૂર્યનુ ગોચર થોડી માત્રામાં પરેશાની આપી શકે છે. એટલા માટે 14મી એપ્રિલથી 15મી મે સુધીના સંપૂર્ણ ગોચર દરમિયાન દરરોજ તમારા કપાળ પર લાલ ચંદનનુ તિલક લગાવો.
- જે લોકો માટે ગોચર શુભ હોય તેમણે પણ રોજ સૂર્યને જળ અર્પિત કરવુ જોઈએ, તેનાથી કામ ઝડપથી થશે. લાલ તાંબુ, ગાર્નેટ અથવા માણેક પહેરી શકાય છે.
Satish Kaushik B’day: સતીશ કૌશિક રહેતા હતા ચિંતામાં, આવતા હતા સુસાઈડના વિચારો, જાણો કારણ
English summary
Adhik Maas 2023: kamurta will end on this day, know the effects on all zodiac signs.
Story first published: Thursday, April 13, 2023, 11:07 [IST]