મહાશિવરાત્રી એ વર્ષનો શ્રેષ્ઠ દિવસ છે
પૌરાણિક માન્યતાઓ અનુસાર, મહાશિવરાત્રીના દિવસે ભગવાન મહાદેવ પૃથ્વી પર હાજર દરેક શિવલિંગમાં બિરાજમાન હોય છે. એટલામાટે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તમામમુશ્કેલીઓ દૂર થાય છે. આ સાથે અપાર સુખ અને સમૃદ્ધિ મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો, શિવ-પાર્વતીના આશીર્વાદ મેળવવા માટેમહાશિવરાત્રી એ વર્ષનો શ્રેષ્ઠ દિવસ છે.

આ વર્ષે 18 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે મહાશિવરાત્રી 2023
હિન્દુ કેલેન્ડર મુજબ, ફાગણ મહિનાની ચોથ એટલે કે તારીખ 17 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8.02 કલાકથી શરૂ થશે અને 18 ફેબ્રુઆરીના રોજસાંજે 4.18 કલાકે સમાપ્ત થશે.
આવી સ્થિતિમાં ઉદયા તિથિ અનુસાર આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરી, 2023 શનિવારનારોજ ઉજવવામાં આવશે.
મહાશિવરાત્રીના દિવસે વ્રત રાખવાનું અને રુદ્રાભિષેક કરવાનું અનેરું મહત્વ છે. મહાશિવરાત્રી 2023 વ્રત દરમિયાન માત્ર ફળો જ ખાવામાંઆવે છે.
આ સાથે મહાશિવરાત્રીના દિવસે લોકો સક્કરિયાનું ફરાળ અચૂક કરે છે. આ વર્ષે મહાશિવરાત્રી વ્રત રાખવાનો સમય 19ફેબ્રુઆરીના રોજ સવારે 06.57 થી બપોરે 3.33 સુધીનો રહેશે.

મહાશિવરાત્રીનું વ્રત પૂજા-વિધિ
મહાશિવરાત્રીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરો અને પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને ભગવાન શંકરની સામે હાથ જોડીને પૂર્ણભક્તિભાવ સાથે ઉપવાસ કરવાનો સંકલ્પ લો.
આ દિવસે નિર્જલા વ્રત રાખવું અથવા માત્ર ફળ ગ્રહણ કરવું ખૂબ જ સારું છે. આ પછીભગવાન શિવને પંચામૃત અને ગંગાજળથી અભિષેક કરો.
ભગવાનને બેલ પત્ર, ધતુરા, સફેદ ચંદન, અત્તર, જનોઈ, ફળ અને મીઠાઈઓઅર્પણ કરો. આ દિવસે ભગવાન શિવને કેસરવાળી ખીર અર્પણ કરીને દરેકને પ્રસાદ ધરાવવો જોઈએ.