Astrology

oi-Hardev Rathod

|

Lunar Eclipse 2023 : આ વર્ષે કુલ 4 ગ્રહણ લાગશે. જેમાં 2 સૂર્ય ગ્રહણ અને 2 ચંદ્ર ગ્રહણ થવાના છે. વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ તાજેતરમાં વૈશાખ અમાસના દિવસે 20 એપ્રિલના રોજ થયું હતું. જે બાદ વૈશાખ પૂર્ણિમાના દિવસે પહેલું ચંદ્ર ગ્રહણ થવા જઇ રહ્યું છે.

જ્યારે પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે, ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આ વર્ષના પ્રથમ ચંદ્રગ્રહણની તારીખ, સુતક કાળ અને ક્યાંથી જોઈ શકાય વગેરે વિશે જાણો.

વર્ષ 2023નું પ્રથમ ચંદ્રગ્રહણ – આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મે, 2023ના રોજ થવા જઈ રહ્યું છે. 5 મેના રોજ વૈશાખ પૂર્ણિમા પણ છે, જેને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચંદ્રગ્રહણનો સમય રાત્રે 8:45 છે. સવારે 1 કલાક સુધી ચંદ્ર ગ્રહણ રહેશે.

ચંદ્રગ્રહણનો પરમગ્રાસ રાત્રે 10.53 કલાકે થશે. આ ચંદ્રગ્રહણને છાયા ચંદ્રગ્રહણ તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. આ ગ્રહણ ત્યારે થાય છે, જ્યારે સુરત, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે. આના કારણે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે, જેને નરી આંખે જોઈ શકાય છે,જ્યારે ચંદ્ર પૃથ્વીથી 70 ટકા સુધી ઢંકાયેલો હોય છે.

ક્યાં જોવા મળશે ચંદ્રગ્રહણ – જે જગ્યાએથી ચંદ્રગ્રહણ જોઈ શકાય છે તે યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એટલાન્ટિક, હિંદ મહાસાગર અને એન્ટાર્કટિકામાંથી જોઈ શકાશે. આ ચંદ્રગ્રહણ ભારતમાંથી જોઈ શકાશે નહીં.

સુતક કાલ થશે કે નહી – સુતક કાલ એ સમય કે સમયગાળો છે, જેમાં ગ્રહણ થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમયને અશુભ માનવામાં આવે છે અને કહેવાય છે કે, સૂતક કાળની સ્થિતિમાં વ્યક્તિએ કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. મે મહિનામાં પ્રથમ ચંદ્રગ્રહણ ભારતમાંથી દેખાશે નહીં, જેના કારણે તેનો સુતક સમયગાળો ભારતમાં માન્ય રહેશે નહીં.

English summary

May will be the first lunar eclipse of the year, know when Lunar Eclipse 2023 will appear and the durationion

Story first published: Monday, April 24, 2023, 16:32 [IST]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here