Astrology

oi-Hardev Rathod

|

Lunar Eclipse 2023 : ચંદ્ર ગ્રહણનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. ચંદ્ર ગ્રહણ ત્યારે થાય છે, જ્યારે ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વી આવી જાય છે. આવામાં ચંદ્ર પર પૃથ્વીનો પડછાયાને કારણે ચંદ્ર અંધકાર છવાય છે અને ચંદ્ર ગ્રહણ થાય છે.

બુદ્ધ પૂર્ણિમાના દિવસે ગૌતમ બુદ્ધનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમા ગૌતમ બુદ્ધના જન્મ, જ્ઞાન અને મૃત્યુને ચિહ્નિત કરવા માટે ઉજવવામાં આવે છે. ખાસ કરીને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ આ દિવસની ઉજવણી કરે છે.

આ વર્ષે 5 મેના રોજ વૈશાખ પૂર્ણિમા છે અને આ દિવસે બુદ્ધ પૂર્ણિમા છે. વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પણ આ દિવસે જ થવાનું છે. આ સાથે એવી માન્યતા છે કે, આ દિવસે 130 વર્ષ બદ એક વિશેષ યોગ બનવા જઇ રહ્યો છે.

130 વર્ષ બાદ બુદ્ધ પૂર્ણિમાના દિવસે બનશે યોગ – બુદ્ધ પૂર્ણિમા વૈશાખ પૂર્ણિમાના દિવસે જ ઉજવવામાં આવે છે, પરંતુ બુદ્ધ પૂર્ણિમાના દિવસે 130 વર્ષ બાદ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. આ ખાસ દિવસને ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, આ ચંદ્રગ્રહણની અસર બુદ્ધ પૂર્ણિમા પર જોવા મળી રહી નથી.

બુદ્ધ પૂર્ણિમાનો શુભ સમય – આ વર્ષે પંચાંગ મુજબ પૂર્ણિમા તિથિ 4 મેના રોજ રાત્રે 11.34 કલાકે શરૂ થશે અને બીજા દિવસે 5 મેના રોજ રાત્રે 11.30 કલાકે સમાપ્ત થશે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે ચંદ્રની પૂજા કરવાનો શુભ સમય 5 મે જ છે.

ચંદ્રગ્રહણનો સમય – વર્ષ 2023નું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મે, શુક્રવારે રાત્રે 8.45 કલાકે શરૂ થશે. જે મોડી રાત્રે 1 કલાકે સમાપ્ત થશે. આ ગ્રહણને છાયાગ્રહણ કહેવામાં આવી રહ્યું છે. ચંદ્રગ્રહણના પરમગ્રાસનો સમય 10.53 મિનિટનો છે.

ક્યાંથી જોવા મળશે ચંદ્રગ્રહણ – વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ વિશ્વના કેટલાક વિસ્તારોમાંથી જોઈ શકાશે. ચંદ્રગ્રહણ યુરોપ, મધ્ય એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, પેસિફિક એટલાન્ટિક, હિંદ મહાસાગર અને એન્ટાર્કટિકામાંથી જોઈ શકાશે. આ ગ્રહણ ભારતમાંથી જોઇ શકાશે નહીં.

સુતક સમયગાળો – ગ્રહણનો સુતક સમયગાળો એ સમય છે, જેમાં ગ્રહણ થાય છે. સૂતકનો સમયગાળો સામાન્ય રીતે ગ્રહણના 9 કલાક પહેલા શરૂ થાય છે. આ ચંદ્રગ્રહણ ભારતમાંથી દેખાશે નહીં, જેના કારણે ભારતમાં સુતક કાળ માન્ય રહેશે નહીં.

English summary

Lunar Eclipse 2023 will happen on Buddha Purnima, this great coincidence will happen after 130 years

Story first published: Friday, April 28, 2023, 16:38 [IST]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here