Astrology

oi-Manisha Zinzuwadia

|

Lunar Eclipse 2023: શુક્રવારે એટલે કે 5મેના રોજ મોડી રાત્રે વર્ષનુ પ્રથમ ચંદ્રગ્રહણ થયુ. આ ચંદ્રગ્રહણ રાત્રે 08:45થી શરૂ થયુ હતુ, જે મોડી રાત્રે 01:00 સુધી ચાલુ રહ્યુ. એટલે કે આ વખતે ચંદ્રગ્રહણ સાડા ચાર કલાક સુધી ચાલુ રહ્યુ.

આ દરમિયાન 2023ના પ્રથમ ચંદ્રગ્રહણની પ્રથમ તસવીર સામે આવી. બુદ્ધ પૂર્ણિમા હોવાથી પૂર્ણ ચંદ્ર દેખાયો. ગ્રહણ બાદ ચંદ્રની સંપૂર્ણ તસવીર સામે આવી. ઇન્ડિયા મેટ સ્કાય વેધર એ ટ્વિટ કર્યું છે કે છેલ્લા 2 કલાક દરમિયાન લીધેલા ફોટોગ્રાફ્સ સાથે ચંદ્રગ્રહણનું વાસ્તવિક જીવન એનિમેશન બનાવવામાં આવ્યું છે. શુભ રાત્રિ, તેનો આનંદ માણો.

વળી, અન્ય એક ટ્વિટમાં કહ્યું કે ગ્રહણ ક્યારેય એકલું નથી આવતુ કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ગ્રહણના 2 અઠવાડિયા પહેલા અથવા પછી હંમેશા ગ્રહણ હોય છે. આ ગ્રહણ ચંદ્ર પરના નાના ઝાંખા બીટ માર્ક શેડો જેવું દેખાશે. આ અનોખા ચંદ્રની તસવીર સામે આવી છે. જે લોકો જોઈ રહ્યા છે.

Jammu Kashmir: બારામૂલા અને રાજૌરીમાં અથડામણ ચાલુ, એક આતંકવાદી ઠારJammu Kashmir: બારામૂલા અને રાજૌરીમાં અથડામણ ચાલુ, એક આતંકવાદી ઠાર

ખાસ વાત એ છે કે આ વખતે આપણા દેશમાં મજબૂત રીતે પ્રભાવી ન હોવાને કારણે ગ્રહણનુ સૂતક લાગુ થયુ નથી. સામાન્ય રીતે, ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો ગ્રહણના 9 કલાક પહેલા શરૂ થાય છે. જો કે, ગ્રહણ દરમિયાન લોકોએ સાવચેત રહેવાની જરૂર હોય છે.

Aaj Nu Rashifal: આજનું રાશિફળ, 06 મે, 2023Aaj Nu Rashifal: આજનું રાશિફળ, 06 મે, 2023

English summary

Lunar Eclipse 2023: First photo of unique moon of first Chandra Grahan 2023.

Story first published: Saturday, May 6, 2023, 8:33 [IST]



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here