કેવી રીતે પડ્યુ વિષ્ણુનુ નામ શાલિગ્રામ?
વાસ્તવમાં તેની પાછળ એક લાંબી કહાની છે જે દરેક માટે જાણવી ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે શરૂઆતમાં જલંધર નામનો એક અસુર હતો. જે ખૂબ જ દુષ્ટ અને શક્તિશાળી હતો. તેણે પોતાની શક્તિથી ઈન્દ્ર સહિત તમામ દેવતાઓને વશ કરી લીધા હતા. તે દેવી-દેવતાઓને પરેશાન કરતો હતો. તેના આતંકથી બધા દેવતાઓ પરેશાન થઈ ગયા. તેણે મહર્ષિ કન્યા વૃંદા સાથે લગ્ન કર્યા હતા. જેભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. તેની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેને હંમેશ માટે ખુશ રહેવાનુ વરદાન આપ્યુ હતુ. જેનો જલંધરે ખોટો ફાયદો ઉઠાવતો હતો.

ભગવાન વિષ્ણુએ રચી માયાવી કહાની
જ્યારે ઈન્દ્રને આ વાતની જાણ થઈ ત્યારે તે ભગવાન વિષ્ણુ પાસે મદદ માટે દોડી ગયા. વિષ્ણુને ખબર પડી કે આ બધુ તેમના પોતાના વરદાનથી થઈ રહ્યુ છે ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થયા અને તેમણે જાલંધરને પાઠ શીખવવા માટે એક માયાવી કહાની રચી. તેમણે જલંધરનુ રૂપ ધારણ કર્યુ અને વૃંદાની પાસે તેના પતિ તરીકે પહોંચી ગયા અને તેનુ સતીત્વ ભંગ કરી દીધુ. ત્યારબાદ જલંધરની શક્તિ અડધી થઈ ગઈ અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં માર્યો ગયો.

ભૂલ સુધારવા શાલિગ્રામે તુલસી સાથે લગ્ન કર્યા
જ્યારે વૃંદાને સત્ય ખબર પડી ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને તેણે ભગવાન વિષ્ણુને છેતરપિંડા કરવા બદલ પથ્થર બનવાનો શ્રાપ આપી દીધો જેને શાલિગ્રામ કહેવામાં આવે છે. પરંતુ પછીથી દેવતાઓની પ્રાર્થનાથી તેણે પોતાનો શ્રાપ પાછો લીધો અને જલંધરની ચિતા સાથે સતી થઈ ગઈ પરંતુ ભગવાન વિષ્ણુને પોતાની ભૂલ પર શરમ આવી, જ્યાં વૃંદા સતી થઈ હતી ત્યાં તુલસીના છોડનો જન્મ થયો અને પોતાની ભૂલ સુધારવા શાલિગ્રામે તુલસી સાથે લગ્ન કરીને તેને પત્નીનો દરજ્જો આપ્યો. પોતાની ભૂલ સ્વીકારીને કહ્યુ હતુ કે ‘વૃંદા, એ તારી પવિત્રતાનુ ફળ છે કે તુલસીના છોડની જેમ તું હંમેશા મારી સાથે રહેશ’.

તુલસી અને શાલિગ્રામની પૂજા
જે રીતે તુલસી માતાની પૂજા ઘરના આંગણામાં કે બાલ્કનીમાં કે બહારના આંગણામાં કરવામાં આવે છે, તેવી જ રીતે શાલિગ્રામની પણ પૂજા ઘરના આંગણા કે બાલ્કની કે બહારના આંગણામાં કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુની જેમ તેમને ઘરના મંદિરમાં રાખવામાં આવતા નથી. જ્યાં સુધી તેમને તુલસીના પાનનો ભોગ ન ચઢાવવામાં આવે ત્યાં સુધી તેમની પૂજા અધૂરી માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જે ઘરમાં તુલસી અને શાલિગ્રામની પૂજા એક સાથે કરવામાં આવે છે. તે ઘર પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની કૃપા વરસે છે.

મહાદેવે પણ કરી છે શાલિગ્રામની સ્તુતિ
પુરાણોમાં કહેવામાં આવ્યુ છે કે જે ઘરમાં ભગવાન શાલિગ્રામ હોય છે તે ઘર અન્ય તમામ તીર્થ સ્થાનો કરતાં શ્રેષ્ઠ હોય છે. તો બીજી તરફ દેવોના દેવ એટલે કે મહાદેવે પણ કાર્તિક મહાત્મયમાં ભગવાન શાલિગ્રામની સ્તુતિ કરી હતી. જેનુ વર્ણન સ્કંદપુરાણમાં કરવામાં આવ્યુ છે.