Astrology

oi-Manisha Zinzuwadia

|

Leo Business Horoscope 2023: સિંહ રાશિના લોકો વર્ષ 2023માં બિઝનેસની દુનિયામાં પોતાનો ડંકો વગાડવા માટે તૈયાર રહેજો. પાછલા વર્ષોમાં કરેલી તમારી મહેનત આ વર્ષે ફળ આપશે. સૂર્ય અને ગુરુની શુભ સ્થિતિ તમને પ્રતિષ્ઠા, નામ અને ધન અપાવનારી છે. ખાસ કરીને એવા યુવાનો કે જેઓ આ વર્ષે તેમના સ્ટાર્ટઅપમાં હાથ અજમાવવા જઈ રહ્યા છે, તેઓ સખત મહેનતના આધારે બધુ જ હાંસલ કરી શકશે.

નવુ કાર્ય પ્રારંભ ન કરવુ

13મી ફેબ્રુઆરીથી 15મી માર્ચ સુધીના સમયગાળામાં સાવધાન રહેવુ પડશે. સૂર્ય અને શનિ બંને વિરોધી ગ્રહોની હાજરીને કારણે વેપારમાં તકરાર થશે. આ સમય દરમિયાન કોઈ નવુ કાર્ય શરૂ ન કરવાની સલાહ આપવામાં આવે છે, નહીં તો પરિવાર એટલે કે પિતા કે પુત્ર તરફથી કોઈ સહયોગ નહીં મળે. પારિવારિક પરિસ્થિતિમાં ગરબડની અસર ધંધામાં પણ પડશે. તેથી આ સમયગાળામાં જે પણ કાર્ય ચાલી રહ્યુ હોય તેને ચાલવા દો. 15 માર્ચથી જુલાઇ સુધીનો સમય વિસ્તાર અને પ્રગતિશીલ રહેશે.

વેપારની દ્રષ્ટિએ લાભકારી રહેશે

પ્રોપર્ટી, ઓટોમોબાઈલ, કૃષિ સંબંધી કાર્યથી લાભ, ઉત્પાદનના કામમાં તમારી ભાગીદારીની ટકાવારી વધશે. જુલાઇથી વર્ષના અંત સુધીનો સમય વ્યવસાયની દ્રષ્ટિએ લાભદાયક રહેશે. તમે નવી ગતિ અને ઉર્જા સાથે વેપારનો વિસ્તાર કરવામાં સફળ થશો.

English summary

Leo(Singh) Business Horoscope 2023: Know the Business Rashifal/Horoscope 2023 according to your name and date of birth in Gujarati.

Story first published: Saturday, December 24, 2022, 15:07 [IST]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here