Astrology
oi-Hardev Rathod
Guru Pushya Yoga 2023 : હિન્દુ પંચાગ અનુસાર, જેઠ મહિનાના શુક્લ પક્ષની છઠ્ઠી તિથિના દિવસે આ વર્ષનો બીજો ગુરુ પુષ્ય યોગ સર્જાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ યોગ 25 મે, 2023 અને ગુરુવારના રોજ સવારે 5 કલાક અને 26 મીનીટથી સાંજે 5 કલાક અને 55 મીનીટ સુધી રહેશે.
એવી ધાર્મિક માન્યતા છે કે, ગુરુ પુષ્ય યોગમાં પૂજા, સ્નાન, દાન અને ખરીદી કરવાથી સાધકને વિશેષ લાભ મળે છે. આ સાથે સાથે જીવનમાં આવતી સમસ્યાઓ પણ દૂર થાય છે. ગુરુ પુષ્ય યોગના સંદર્ભમાં શાસ્ત્રોમાં કેટલાક નિયમો અને પદ્ધતિઓ જણાવવામાં આવી છે, જેને અનુસરવાથી સાધકને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે.
ગુરુ પુષ્ય યોગ પૂજા પદ્ધતિ – જ્યોતિષ વિદ્વાનો જણાવે છે કે, ગુરુ પુષ્ય યોગના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરો. આ ઉપરાંત, જો શક્ય હોય તો, સ્નાન કરતી વખતે પાણીમાં એક ચપટી હળદર ઉમેરો.
સ્નાન-ધ્યાન પછી દેવી-દેવતાઓની વિધિવત પૂજા કરો અને દીવો પ્રગટાવો. જે લોકો ગુરુવારના રોજ વ્રત રાખે છે, તેઓએ આ સમય દરમિયાન ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. જે બાદ પ્રદોષ કાળમાં ઘીનો દીવો પ્રગટાવો અને કનક ધારા યંત્રની વિધિ-વિધાન અનુસાર પૂજા કરો. આ દરમિયાન પીળા ફૂલ, હળદર, ધૂપ-દીપ વગેરે અર્પણ કરો. અંતમાં કનક ધારા સ્તોત્રનો પાઠ કરો.
ગુરુ પુષ્ય યોગના નિયમો – જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, ગુરુ પુષ્ય યોગના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. આ દિવસ પૂજા કરવા અથવા કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવા માટે શુભ માનવામાં આવે છે, પરંતુ આ યોગના સમયગાળા દરમિયાન લગ્ન ન કરવા જોઇએ. આ સમગ્ર કુળને અસર કરે છે.
ગુરુ પુષ્ય યોગને ધનતેરસ જેવો ફળદાયી માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે સોના-ચાંદી, મકાન, જમીન, વાહન વગેરેની ખરીદી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ખાસ દિવસે રોકાણ કરવાથી વિશેષ લાભ મળવાની શક્યતા છે.
English summary
Guru Pushya Yoga 2023 : Guru Pushya Yoga will happen soon, this is how you do the Puja-Patha
Story first published: Monday, May 22, 2023, 15:53 [IST]