Astrology
oi-Hardev Rathod
Guru Pushya Yoga 2023 : દર મહિને પુષ્ય યોગ સર્જાય છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનામાં પુષ્ય નક્ષત્ર ગુરુવારના રોજ બની રહ્યો છે. જે કારણે તે ગુરુ પુષ્ય નક્ષત્ર કે ગુરુ પુષ્ય યોગના નામથી પણ ઓળખવામાં આવે છે.
આ દિવસે મહત્વપૂર્ણ વસ્તુઓ જેવી કે સોનું, ચાંદી અથવા જંગમ અને સ્થાવર મિલકત વગેરેની ખરીદી માટે તમામ સમય ઉપયોગી છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે ગુરુ પુષ્ય નક્ષત્રનો સંયોગ 27 એપ્રિલ, 2023 ગુરુવારના રોજ આવી રહ્યો છે.
ગુરુ પુષ્ય યોગ 2023નો શુભ સમય – પંચાંગમાં જણાવવામાં આવ્યું છે કે, તમામ શુભ કાર્યો માટે શુભ મુહૂર્ત 27 એપ્રિલના રોજ સવારે 06:55 કલાકથી બીજા દિવસે 28 એપ્રિલના રોજ સવારે 06:27 કલાક સુધી રહેશે.
તેમજ આ દિવસે અભિજીત મુહૂર્ત બપોરે 12.11 થી 01.02 સુધી રહેશે અને બીજી તરફ વિજય મુહૂર્ત બપોરે 02.44 થી 03.35 સુધી રહેશે. આ શુભ યોગમાં વ્યક્તિને પૂજા કરવાથી અને મહત્વપૂર્ણ વસ્તુઓની ખરીદી કરવાથી વિશેષ લાભ થાય છે.
ગુરુ પુષ્ય યોગમાં ખરીદીનું મહત્વ – જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ પુષ્ય યોગના દિવસે ઘરનો પાયો નાખવો અથવા નવી દુકાન કે ઓફિસનું ઉદ્ઘાટન કરવું શુભ માનવામાં આવે છે. આ સાથે જ આ ખાસ દિવસે નવું વાહન ખરીદવું પણ શુભ માનવામાં આવે છે.
ગુરુ પુષ્ય નક્ષત્ર કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય માટે ફાયદાકારક માનવામાં આવ્યું છે. આ ખાસ દિવસે સોનું અને ચાંદી ખરીદવાથી પણ વ્યક્તિને વિશેષ લાભ મળે છે.
ગુરુ પુષ્ય યોગમાં આ કામ અવશ્ય કરવું – ગુરુ પુષ્ય યોગમાં પૂજા, અનુષ્ઠાન, મંત્ર દીક્ષા વગેરેને પણ શુભ માનવામાં આવે છે. આ સાથે આ યોગમાં ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે. આ સાથે જ કુંડળીમાં ગુરુ બળવાન છે.
આ દિવસે દાન કરવાથી પણ સાધકને વિશેષ લાભ મળે છે. એટલા માટે ગુરુ પુષ્ય યોગમાં જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજ, પાણી, કપડાં કે પૈસા વગેરેનું દાન કરવાથી ગુરુ કુંડળીમાં મજબૂત સ્થિતિમાં આવે છે.
English summary
Guru Pushya Yoga 2023 : Know the date and auspicious time to buy gold
Story first published: Tuesday, April 25, 2023, 18:53 [IST]