February 2023 : વર્ષ 2023 નો પહેલો મહિનો એટલે કે, જાન્યુઆરી તેના અંત તરફ છે. હવે ફેબ્રુઆરી મહિનો શરૂ થશે. આ સાથે જ 6 ફેબ્રુઆરીથી ફાગળ માસનો પ્રારંભ થશે. આપણે આ અહેવાલમાં ફાગણ માસમાં આવતા વ્રત અને તહેવાર વિશે જાણીશું.
Astrology
oi-Hardev Rathod
February 2023 : ફાગણ માસ શક સંવતનો અંતિમ મહિનો છે, આ મહિનામાં મોજ-મસ્તી અને તહેવારનો મહિનો માનવામાં આવે છે. આ મહિનાનો પ્રારંભ 6 ફેબ્રુઆરી સોમવારના રોજ થશે, અને 7 માર્ચ મંગળવારના રોજ પૂર્ણિમા સાથે મહિનાનો અંત થશે. આમ તો મહિનામાં ઘણા મોટા તહેવારો આવે છે, જેમાં મહાશિવરાત્રી અને હોળી-ધૂળેટી મહત્વના છે.
શિવરાત્રીનો તહેવાર દર મહિને આવે છે, પરંતુ મહાશિવરાત્રીનો તહેવાર વર્ષમાં એક જ વાર આવે છે. મહાશિવરાત્રિનું મહત્વ એટલા માટે પણ વધારે છે, કારણ કે તે શિવ અને શક્તિના મિલનની રાત્રિ છે. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી આ પ્રકૃતિ અને માણસના જોડાણનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે શિવના ભક્તો આખી રાત જાગતા રહે છે અને તેમના દેવતાની પૂજા કરે છે, ભજન અને મંત્રોચ્ચાર કરે છે.
આ વખતે મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરી, શનિવારના રોજ થશે. સત્ય તો એ છે કે, આ તહેવાર પૂરો થતાંની સાથે જ આનંદ અને ઉત્સાહના પ્રતીક એવા હોળી-ધૂળેટીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. હોળીનો તહેવાર પરસ્પર દુશ્મનાવટ ભૂલીને સમાજમાં સમરસતા સ્થાપિત કરવાનું પ્રતિક છે. હોલિકા દહન 6 માર્ચ સોમવારના રોજ ઉજવવામાં આવશે અને 7 માર્ચ મંગળવારના રોજ પૂર્ણિમાના દિવસે રંગોની હોળી ઉજવવામાં આવશે.
14 ફેબ્રુઆરી, મંગળવારના રોજ જાનકી જયંતિ ઉજવવામાં આવશે, એવું માનવામાં આવે છે કે, આ દિવસે માતા સીતાનો જન્મ રાજા જનક અને રાણી સુનયનાથી થયો હતો. રાજા જનકની પુત્રી હોવાને કારણે તેને જાનકી પણ કહેવામાં આવતી હતી. જોકે, આ મહિનામાં વિજ્યા એકાદશી, સોમવતી અમાવસ્યા, અવિઘ્નાકર વ્રત, સીતા અષ્ટમી અને અમલા એકાદશીના તહેવારો આવે છે.
ફેબ્રુઆરીમાં આવતા વ્રત અને તહેવાર
- 6 ફેબ્રુઆરી, સોમવાર – ફાગળ મહિનાના કૃષ્ણ પક્ષની શરૂઆત
- 9 ફેબ્રુઆરી, ગુરુવાર – ગણેશ ચતુર્થી
- 14 ફેબ્રુઆરી, મંગળવાર – જાનકી જયંતિ
- 16 ફેબ્રુઆરી, ગુરુવાર – વિજ્યા એકાદશી
- 18 ફેબ્રુઆરી, શનિવાર – મહાશિવરાત્રી વ્રત
- 20 ફેબ્રુઆરી, સોમવાર – સ્નાન, દાન, શ્રાદ્ધ વગેરેની સોમવતી અમાવસ્યા
- 23 ફેબ્રુઆરી, ગુરુવાર – વૈનાયકી ગણેશ ચતુર્થી, અવિઘ્નાકર વ્રત
- 27 ફેબ્રુઆરી, સોમવાર – હોલાષ્ટક શરૂ થાય છે, સીતા અષ્ટમી
- 3 માર્ચ, શુક્રવાર – અમલકી એકાદશી, રંગભરી એકાદશી
- 4 માર્ચ, શનિવાર – શનિ પ્રદોષ વ્રત, ગોવિંદ દ્વાદશી
- 6 માર્ચ, સોમવાર – હોલિકા દહન
- 7 માર્ચ, મંગળવાર – પૂર્ણિમા, ધૂળેટી
English summary
know fast and festival will come in February 2023, know how many days will holiday
Story first published: Friday, January 27, 2023, 18:37 [IST]