Astrology
oi-Manisha Zinzuwadia
Lunar eclipse Effects on zodiac: 8 નવેમ્બર 2022, મંગળવાર કાર્તિક પૂનમના દિવસે આવી રહેલુ ચંદ્રગ્રહણ મેષ અને ભરણી નક્ષત્રમાં થશે. તેથી જેમની રાશિ અને લગ્ન મેષ છે અને જન્મ નક્ષત્ર ભરણી છે એવા લોકો માટે આ ગ્રહણ અશુભ રહેશે. બાકીની રાશિઓ પર ગ્રહણની અસર અલગ-અલગ રહેશે. જે લોકોની કુંડળીમાં મંગળ દૂષિત, વક્રી, નીચનો છે તેમણે પણ ખાસ ધ્યાન રાખવુ.
ત્રણ મહિના રહે છે ગ્રહણનો પ્રભાવ
ગ્રહણની અસર સામાન્ય રીતે ગ્રહણના સમયથી ત્રણ મહિના સુધી રહે છે. તેથી જે રાશિ અને નક્ષત્રમાં ગ્રહણ થાય છે તેમને ગ્રહણના ખરાબ પ્રભાવથી બચાવવા માટે ખાસ ઉપાય કરવા જોઈએ. આ ગ્રહણ 8 નવેમ્બરે બપોરે 2.39 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6.19 વાગ્યા સુધી ચાલશે.
દરેક રાશિ પર અસર
- મેષ: અત્યંત કષ્ટદાયક, કામમાં અડચણો, આર્થિક અને શારીરિક સમસ્યાઓ, પરિવારમાં મતભેદ.
- વૃષભ: નુકસાન, કામમાં નુકસાનની સંભાવના, નાણાકીય કટોકટી, વ્યવસાયિક પરેશાનીઓ, વિવાદ.
- મિથુન: લાભ, તમામ કામમાં લાભ, આર્થિક-પારિવારિક લાભ, પ્રગતિ, આજીવિકામાં લાભ.
- કર્ક: સૌજન્યતા, સુખી પારિવારિક જીવન, દામ્પત્યજીવનમાં મધુરતા, આર્થિક પ્રગતિ, મિલકત સુખ.
- સિંહ: માન ભંગ, અપયશ, અપમાનની સ્થિતિ, પરિવારમાં મહત્વની ઉણપ, આજીવિકામાં મુશ્કેલી.
- કન્યા: વિશેષ પીડા, શારીરિક-માનસિક પીડા, આર્થિક સંકડામણ, પરિવારમાં અણબનાવ, રોગથી પરેશાન.
- તુલા: જીવનસાથીને પરેશાની, મતભેદ, પરિવારમાં અપયશ, કામમાં અડચણો, આર્થિક નુકસાન.
- વૃશ્ચિક: સુખ-સંપત્તિ, મિલકત સુખ, દામ્પત્ય-પ્રેમ સુખ, પરિવારમાં સંવાદિતાની પ્રાપ્તિ.
- ધન: અસ્વસ્થતા, નિરર્થક દોડધામ, અટવાયેલા કામના કારણે ચિંતા, આર્થિક નુકસાન, મિલકતથી પરેશાની થશે.
- મકર: દુઃખ, આર્થિક, શારીરિક પીડા, કામ અટકશે, પરિવારમાં મહત્વનો અભાવ, માન-સન્માનનો અભાવ.
- કુંભ: ધનલાભ, આર્થિક લાભ, રોકાણથી સુખ, મિલકત, પરિવારમાં સદ્ભાવના, પ્રેમ.
- મીન: નુકશાનનો સમય, દરેક કામમાં સાવધાની રાખો, પૈસાનો બગાડ, મિલકતમાં પરેશાની, શારીરિક પીડા.
ઉપાય
ગ્રહણના દુષ્પ્રભાવથી બચવા માટે ગ્રહણના સમયગાળા દરમિયાન તમારા ઈષ્ટ દેવતા, ગુરુ પાસેથી મળેલા મંત્રનો જાપ કરતા રહો. ગ્રહણ દરમિયાન સફેદ ચંદનની માળા પહેરવી. આગામી ત્રણ મહિના સુધી કપાળ, ગળા અને નાભિ પર ચંદનનુ તિલક લગાવો. ભગવાન શિવને દરરોજ નવશેકા પાણીમાં કાચુ દૂધ અને સાકર અર્પિત કરો.
અન્ય પ્રભાવ
આ ચંદ્રગ્રહણ મેષ રાશિમાં હોવાને કારણે આંધ્રપ્રદેશ, પંજાબ, તેલંગાણા વગેરે પ્રદેશો માટે પીડાદાયક છે. ભરણી નક્ષત્રમાં હોવાને કારણે સફેદ વસ્ત્રો, રૂ, કપાસ, બારદાન અને સોનામાં તેજી રહેશે. મંગળવાર હોવાથી રાઇ, મેથી, સોપારી, અળસી, ઘઉંમાં તેજીનો માહોલ.
English summary
Chandra Grahan 2022 or Lunar eclipse on 8 November. Know Effects on all zodiac signs.
Story first published: Thursday, November 3, 2022, 9:43 [IST]