Astrology
oi-Manisha Zinzuwadia
Chandra Grahan Dos and Don’ts: વર્ષ 2022નુ અંતિમ ચંદ્રગ્રહણ આજે એટલે કે 8 નવેમ્બરે થવાનુ છે. આ દિવસે કારતક પૂનમ પણ છે. ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ વૈદિક ધર્મમાં આ ગ્રહણ વિશે ઘણી બધી વાતો કહેવામાં આવી છે અને તેના કારણે ગ્રહણ દરમિયાન ઘણી બાબતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે. આ વખતે આ ગ્રહણ મેષ અને ભરણી નક્ષત્રમાં થશે. ચંદ્રગ્રહણ દરમિયાન નીચેની બાબતોનુ ધ્યાન રાખવુ ખૂબ જરુરી છે.
ચંદ્રગ્રહણ દરમિયાન શું ના કરવુ?
- ચંદ્રગ્રહણ દરમિયાન ભોજન બનાવવુ કે ખાવુ નહિ.
- ચંદ્રગ્રહણ દરમિયાન પૂજા પણ ન કરવી જોઈએ.
- ચંદ્રગ્રહણ દરમિયાન વ્યક્તિએ સૂવુ ન જોઈએ.
- ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન નીકળવુ જોઈએ.
- સગર્ભા સ્ત્રીઓએ ચંદ્રગ્રહણ દરમિયાન છરી કે કાતરનો ઉપયોગ ન કરવો જોઈએ.
ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવુ?
- ચંદ્રગ્રહણ દરમિયાન જમવાની વસ્તુઓમાં તુલસીના પાન અવશ્ય મુકવા જોઈએ.
- ચંદ્રગ્રહણ દરમિયાન ભગવાનનુ ધ્યાન ધરો.
- ચંદ્રગ્રહણ દરમિયાન સેક્સ કે ઝઘડો ન કરવો.
- ચંદ્રગ્રહણ દરમિયાન કોઈના વિશે ખરાબ ન વિચારો. આવુ કરવાથી મનમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. જે ન થવુ જોઈએ.
ભારતીય સમય મુજબ ચંદ્રગ્રહણ 8 નવેમ્બરની સાંજે લગભગ 5:32 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 7.27 વાગ્યા સુધી ચાલશે. આ ગ્રહણ એશિયન ટાપુઓ, દક્ષિણ/પૂર્વ યુરોપ, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, પેસિફિક એટલાન્ટિક અને હિંદ મહાસાગરમાં જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે જ્યારે પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આ ત્રણેય તે સમયે એક સીધી રેખામાં હોય છે. ગ્રહણ હંમેશા પૂર્ણ ચંદ્ર પર થાય છે.
ગ્રહણકાળમાં આ મંત્રોનો કરો જાપ
- ॐ श्रीं ह्रीं क्लीं ऐं ॐ स्वाहा:
- ॐ ह्लीं बगलामुखी देव्यै सर्व दुष्टानाम वाचं मुखं पदम् स्तम्भय जिह्वाम कीलय-कीलय बुद्धिम विनाशाय ह्लीं ॐ नम:
- ॐ ह्लीं दुं दुर्गाय: नम:
- दधिशंखतुषाराभं क्षीरोदार्णव सम्भवम। नमामि शशिनं सोमं शंभोर्मुकुट भूषणं ।।
- ॐ भूर्भुव: स्व: अमृतांगाय विदमहे कलारूपाय धीमहि तन्नो सोमो प्रचोदयात्।
ચંદ્રમાના તાંત્રોક્ત મંત્ર
- ॐ श्रां श्रीं श्रौं स: चन्द्रमसे नम:।
- ॐ ऐं क्लीं सोमाय नम:।
- ॐ श्रीं श्रीं चन्द्रमसे नम: ।
English summary
Chandra Grahan 2022 is today, Dos and Don’ts during Lunar Eclipse.
Story first published: Tuesday, November 8, 2022, 10:04 [IST]