Astrology
oi-Manisha Zinzuwadia
Chandra Grahan 2023: વર્ષનુ પ્રથમ ચંદ્રગ્રહણ 5 મેના રોજ થવા જઈ રહ્યુ છે. આ દિવસે વૈશાખ અને બુદ્ધ પૂર્ણિમા હોવાને કારણે આ દિવસ ખૂબ જ શુભ છે.
પરંતુ આ ગ્રહણ ભારતમાં અસરકારક નથી, તેથી તેનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં. અગાઉ 20 એપ્રિલે સૂર્યગ્રહણ હતુ પરંતુ તે પણ ભારતમાં દેખાયુ ન હતુ.
આ વખતે યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એન્ટાર્કટિકા, પેસિફિક એટલાન્ટિક અને હિંદ મહાસાગરના લોકો ચંદ્રગ્રહણના સાક્ષી બનશે, જ્યાં તે સ્પષ્ટપણે દેખાશે.
ચંદ્રગ્રહણ શુક્રવાર 5 મે 2023ના રોજ રાત્રે 08:45 વાગ્યે શરૂ થશે અને 6 મેના રોજ સવારે 1.00 વાગ્યે સમાપ્ત થશે. ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમાના દિવસે થાય છે.
આ વખતે ગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રથી શરૂ થશે અને વિશાખા નક્ષત્રમાં સમાપ્ત થશે, જે કર્ક, મિથુન અને કન્યા રાશિ માટે ખૂબ જ શુભ છે.
લોકો તેને નરી આંખે જોઈ શકે છે, તેનાથી આંખોને કોઈ નુકસાન થતુ નથી. ચંદ્રગ્રહણના સમયે સૂર્યગ્રહણની જેમ ઘાતક કિરણો બહાર આવતા નથી, તેથી તેને જોવા માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવાની જરૂર નથી.
જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને ત્રણેય એક સીધી રેખામાં હોય છે, ત્યારે તે ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે, જે દર વર્ષે થાય છે. ચંદ્રગ્રહણ ત્રણ પ્રકારના હોય છે. આ વખતે ગ્રહણ છાયા ચંદ્રગ્રહણ છે.
Guru Uday 2023: 1 મેથી ગુરુનો ઉદય, જાણો દરેક રાશિ પર શું પડશે પ્રભાવ
એક વર્ષમાં લગભગ બેથી ચાર ગ્રહણ થઈ શકે છે. આ વખતે પણ એક વર્ષમાં ચાર ગ્રહણ થવાના છે, જેમાંથી બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ છે પરંતુ જ્યોતિષના મતે ગ્રહણની ઘટનાઓ માનવ જીવનને પ્રભાવિત કરે છે, તેથી દરેક વ્યક્તિએ ગ્રહણ દરમિયાન કેટલીક સાવચેતી રાખવાની જરૂર છે.
તમને જણાવી દઈએ કે આ ગ્રહણ ભલે ભારતમાં અદ્રશ્ય રહેશે, તેનો સુતક કાળ પણ થશે નહીં. આ ગ્રહણ પર ભદ્રાની છાયા પણ રહેશે. સામાન્ય રીતે સુતક કાળ 9 કલાક પહેલા શરૂ થાય છે, પરંતુ આ વખતે ગ્રહણ અસરકારક ન હોવાને કારણે આ સુતક સમયગાળો માન્ય નથી.
Anushka Sharma Net Worth: 35 વર્ષની અનુષ્કા શર્મા છે કરોડોની માલિક, નેટવર્થ જાણીને ચોંકી જશો
ચંદ્રગ્રહણની અસરને રોકવા માટે, ગ્રહણ દરમિયાન નીચેના મંત્રોનો ઉપયોગ કરવો જોઈએ.
नमामि शशिनं सोमं शंभोर्मुकुट भूषणं ।।
ॐ भूर्भुव: स्व: अमृतांगाय विदमहे कलारूपाय धीमहि तन्नो सोमो प्रचोदयात्।
ॐ श्रीं ह्रीं क्लीं ऐं ॐ स्वाहा: ॐ ह्लीं बगलामुखी देव्यै सर्व दुष्टानाम वाचं मुखं पदम् स्तम्भय जिह्वाम कीलय-कीलय बुद्धिम विनाशाय ह्लीं ॐ नम:
ॐ ह्लीं दुं दुर्गाय: नम: दधिशंखतुषाराभं क्षीरोदार्णव सम्भवम।
English summary
Lunar eclipse 2023 is on 5th May, Know the time and all other details here.
Story first published: Tuesday, May 2, 2023, 7:54 [IST]