Astrology

oi-Hardev Rathod

|

Chandra Grahan 2023 : વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ 5 મેના રોજ લાગશે. ચંદ્ર ગ્રહણને આડા હવે માત્ર 3 દિવસ જ છે. આ ચંદ્ર ગ્રહણના દિવસે બુદ્ધ પૂર્ણિમા પણ છે. ઉલ્લેખનીય છે કે, વૈશાખ પૂર્ણિમાના દિવસે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે.

રાશિચક્ર પર ચંદ્રગ્રહણની અસર – ચંદ્રગ્રહણ 5 મેની રાત્રે 8.44 કલાકે શરૂ થશે અને મધ્યરાત્રિના લગભગ 1.02 વાગ્યા સુધી ચાલશે. એટલે કે આ ચંદ્રગ્રહણનો સમયગાળો લગભગ 4 કલાક 15 મિનિટનો રહેશે. જો કે, આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સુતક સમયગાળો અહીં માન્ય રહેશે નહીં.

જોકે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ચંદ્રગ્રહણની અસર તમામ 12 રાશિઓ પર પડશે, જેમાંથી આ ચંદ્રગ્રહણ 4 રાશિઓ માટે ખૂબ જ શુભ પરિણામ આપી શકે છે.

મિથુન પર ચંદ્રગ્રહણની અસર : ચંદ્રગ્રહણ મિથુન રાશિના લોકોને પારિવારિક દ્રષ્ટિએ શુભ પરિણામ આપશે. આ સમય દરમિયાન તમાર નાણાકીય બાજુ મજબૂત રહેશે. પૈસાથી ફાયદો થશે, પરંતુ આ સમય દરમિયાન તમારી કોઈ સાથે અણબનાવ પણ થઈ શકે છે, જે તમને ભારે પડી શકે છે, તેથી આ સમયે સુરક્ષા અંગે થોડા વધુ સાવધાન રહો.

સિંહ પર ચંદ્રગ્રહણની અસર : સિંહ રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ સફળ સાબિત થઈ શકે છે. આ સમય કરિયર માટે સારો સમય છે. નોકરી-ધંધામાં લાભ થશે. આ સાથે અચાનક ધન લાભની પણ પ્રબળ શક્યાતાઓ છે. પરિવારના સભ્યો સાથેના સંબંધો વધુ સારા રહેશે. સખત મહેનત કરતા રહો, તમને સફળતા ચોક્કસ મળશે.

કન્યા પર ચંદ્રગ્રહણની અસર : ચંદ્રગ્રહણથી કન્યા રાશિના લોકોની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. વ્યાપારીઓ માટે આ સમય ઘણો લાભ લાવશે. આ સાથે જ નોકરી કરતા લોકોના જીવનમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે. આ સમય દરમિયના નવી પ્રોપર્ટી-કાર ખરીદી શકો.

મકર પર ચંદ્રગ્રહણની અસર : આ ચંદ્રગ્રહણ મકર રાશિના લોકોની આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. આ સાથે લાંબા સમયથી ફસાયેલા પૈસા પાછા મળશે. કેટલાક લોકો માટે આ સમય આર્થિક સ્થિતિમાં મોટો ઉછાળો આપી શકે છે. બેરોજગાર અથવા ઇચ્છિત નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળશે.

Chandra Grahan 2023 : ચંદ્રગ્રહણ એ એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના છે, જેની સીધી અસર લોકોના જીવન પર પડે છે. વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, જે 5 મેના રોજ થઈ રહ્યું છે, તે 4 રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનું છે.

English summary

Chandra Grahan 2023 : Lunar eclipse will be auspicious for 4 zodiac signs, will get a lot of benefits

Story first published: Tuesday, May 2, 2023, 10:27 [IST]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here