Astrology
oi-Manisha Zinzuwadia
Chandra Grahan 2023: આ વખતે ચંદ્રગ્રહણ 5 મે 2023ના રોજ વૈશાખ પૂર્ણિમા, બુદ્ધ પૂર્ણિમાના રોજ થઈ રહ્યુ છે. વૃશ્ચિક રાશિ, તુલા રાશિમાં થવા જઈ રહેલા આ ચંદ્રગ્રહણને કારણે પાંચ રાશિઓનું ભાગ્ય ખુલવા જઈ રહ્યું છે.
આ સાથે જે લોકોનો જન્મ સ્વાતિ નક્ષત્ર, વૃશ્ચિક રાશિ, તુલા રાશિમાં થયો છે તેમના માટે પરેશાનીપૂર્ણ સ્થિતિ બની શકે છે. 5મી મેના રોજ થનાર આ ચંદ્રગ્રહણ એક ઉપછાયા કે માદ્ય ગ્રહણ છે જે ભારતમાં દેખાશે નહીં.
ભારતમાં ન દેખાવાનુ હોવાના કારણે જ્યોતિષની માન્યતાઓમાં તેને ગ્રહણની શ્રેણીમાં રાખવામાં આવ્યું નથી. તેથી જ સુતક, સ્નાન-દાન વગેરે જેવા ધાર્મિક નિયમોનું પાલન કરવાની જરૂર રહેશે નહીં.
Karnataka Election 2023: વોટિંગ પહેલા જ મતદાન શરુ! જાણો ‘વોટ ફ્રૉમ હોમ’ વિશે વિસ્તારથી
ક્યાં દેખાશે ચંદ્ર ગ્રહણ
આ ચંદ્રગ્રહણ એશિયા, ઑસ્ટ્રેલિયા, આફ્રિકા અને યુરોપના મોટાભાગના ભાગોના ઘણા દેશોમાંથી દેખાશે. પરંતુ તે ભારતમાં દેખાશે નહીં. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ 5 મેના રોજ રાત્રે 8.46 કલાકે શરૂ થશે અને સવારે 1 વાગ્યા સુધી ચાલશે. તેનો કુલ સમય 4 કલાક 14 મિનિટ હશે.
સ્પર્શ: રાત્રે 8:46થી
મોક્ષ: સવારે 1 વાગ્યા સુધી
સમયગાળો: 4 કલાક 14 મિનિટ
ચંદ્રગ્રહણ રાત્રે 8:46 કલાકે શરૂ થશે. આ મુજબ તે વૃશ્ચિક રાશિ, તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં સ્થિત છે. ગ્રહણની શરૂઆતના સમયે છઠ્ઠા ભાવમાં મેષ રાશિમાં ગુરુ, રાહુ, સૂર્ય, બુધના સંયોગથી ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. રોગના સંયોગને કારણે આ ગ્રહણ રોગોમાં વધારો કરશે. ઘણા ચેપી રોગો ફેલાઈ શકે છે. નવા રોગો થઈ શકે છે.
Karnataka Elections 2023: ભાજપ પછી હવે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર, જાણો શું વચનો આપ્યા
5 મેએ ચંદ્ર ગ્રહણ
શુભ: મિથુન, સિંહ, મકર, કુંભ, મીન
મધ્યમ: વૃષભ, કર્ક, કન્યા, ધન
અશુભ: મેષ, તુલા, વૃશ્ચિક
ચંદ્ર ગ્રહણનો રાશિઓ પર પ્રભાવ
- મેષ: મેષ રાશિ માટે આ ગ્રહણ સાતમા ભાવમાં થઈ રહ્યું છે. વિવાહિત જીવનમાં દુઃખ, ધનહાનિ, અકસ્માતનો ભય.
- વૃષભ: રોગમાં વધારો, શત્રુઓ પરાજિત થશે, પૈસા આવશે, પારિવારિક વિવાદ થઈ શકે છે.
- મિથુન: સંપત્તિમાં વધારો, શારીરિક સ્વાસ્થ્ય, ભૌતિક સુખોમાં વધારો, સંકટમાંથી મુક્તિ, પારિવારિક સુમેળ.
- કર્કઃ સુખની પ્રાપ્તિ, ધનનું આગમન, શારીરિક કષ્ટ, ગ્રહણ માતા માટે કષ્ટદાયક રહેશે.
- સિંહ: મિલકત-વાહન સુખ, પરિવારમાં સંતુલન, ભાઈ-બહેનનો સહયોગ, ધનની પ્રાપ્તિ થશે. સ્વસ્થ રહેશે.
- કન્યા: ભૌતિક સુખ, નાણાંકીય લાભ, સંપત્તિ પ્રાપ્તિ, પરિવારમાં સુમેળ, સુખદ પ્રવાસની તકો મળશે.
- તુલા: કષ્ટદાયક પરિસ્થિતિનું નિર્માણ થશે, પૈસાની ખોટ, શારીરિક હાનિ, સગા-સંબંધીઓ સાથે મતભેદ, પારિવારિક વિવાદ.
- વૃશ્ચિક: વાહન અકસ્માતની સ્થિતિ, વિકટ પરિસ્થિતિનું નિર્માણ થશે, પૈસાની ઉચાપત, શારીરિક અસ્વસ્થતા.
- ધન: માન-સન્માન પ્રાપ્ત થશે, પરિવારમાં શુભ પ્રસંગો, આવક કરતાં વધુ ધનનો ખર્ચ થશે, સુખદ પ્રવાસ થશે.
- મકર: આનંદની પ્રાપ્તિ, ધનલાભ, નોકરીમાં પ્રગતિ, નવા ધંધાઓ ખુલશે, શારીરિક સ્વાસ્થ્ય આવશે.
- કુંભ: સૌભાગ્ય, ધન-સુખ, વાહન સુખ, રોગથી મુક્તિ, નોકરીમાં પ્રગતિ, સુખી દાંપત્યજીવન.
- મીન: મિલકતમાં વૃદ્ધિ, ધનલાભ, વાહન સુખ, પારિવારિક સંવાદિતા, નોકરી મળવાથી નવા આનંદની પ્રાપ્તિ થશે.
શું કરવુ
જે લોકો માટે ગ્રહણ અશુભ અથવા મધ્યમ ફળદાયી હોય તેમણે ગ્રહણ દરમિયાન પોતાના પ્રિય દેવતાનું ધ્યાન કરવું જોઈએ. તેના મંત્રોનો જાપ કરો.
English summary
Chandra Grahan 2023 will occur on 5th May Friday, 5 zodiac sign will get success. Read details.
Story first published: Thursday, May 4, 2023, 8:20 [IST]