Astrology
oi-Manisha Zinzuwadia
Chandra Grahan 2023: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ વૈશાખ અને બુદ્ધ પૂર્ણિમાના દિવસે થવા જઈ રહ્યું છે. જો કે, આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી અહીં સૂતક કાળ થશે નહીં. તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ 5 મેના રોજ રાત્રે 08:45 વાગે શરૂ થશે અને 6 મેના રોજ સવારે 1.00 વાગે સમાપ્ત થશે.
આ ગ્રહણ માત્ર યુરોપ, એશિયા, ઑસ્ટ્રેલિયા, આફ્રિકા, એન્ટાર્કટિકા, પેસિફિક એટલાન્ટિક અને હિંદ મહાસાગરના લોકો જ જોઈ શકશે. જો કે, તમે તેને ઑનલાઈન લાઈવ જોઈ શકો છો કારણ કે યુએસ સ્પેસ એજન્સી નાસા તેના ટ્વિટર એકાઉન્ટ પર તેનુ લાઈવ પ્રસારણ કરશે.
આમ તો આ એક ખગોળીય ઘટના છે જે દર વર્ષે અવકાશમાં બનતી હોય છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણ ગર્ભસ્થ બાળક માટે સારુ નથી હોતુ. તેથી ગર્ભવતી મહિલાઓને ગ્રહણ દરમિયાન ખૂબ કાળજી રાખવાનુ કહેવામાં આવે છે. જો કે આનો કોઈ તબીબી પુરાવો નથી, પરંતુ એ વાત ચોક્કસ છે કે ગ્રહણ દરમિયાન બ્રહ્માંડમાં ઘણી બધી ઉર્જાનો સ્ત્રાવ થાય છે, જે ગર્ભવતી મહિલા અને તેના બાળક માટે યોગ્ય નથી, તેથી સગર્ભા સ્ત્રીઓને ગ્રહણ દરમિયાન બહાર ન જવાની સલાહ આપવામાં આવે છે.
Chandra Grahan 2023: વૈશાખ પૂનમે ઉપછાયા ચંદ્ર ગ્રહણ, 5 રાશિઓનુ ખુલશે નસીબ
કહેવાય છે કે ગ્રહણના સમયગાળા દરમિયાન, ગર્ભવતી મહિલાઓને કાતર અથવા છરીનો ઉપયોગ કરવાની મનાઈ છે અથવા તેમણે કોઈ સીવણ કામ ન કરવુ જોઈએ કારણ કે આમ કરવાથી બાળકનો જન્મ કપાયેલા કાન અથવા નાક સાથે થઈ શકે છે. જો કે, આ માટે પણ કોઈ સ્પષ્ટ પુરાવા નથી. આજ સુધી એવું સાબિત નથી થયું કે જો બાળકનો જન્મ કાન કપાયેલો હોય કે નાક કપાયેલ હોય તો તેનુ કારણ ગ્રહણ છે.
પરંતુ એ વાત સાચી છે કે કટીંગ કે સિલાઈનું કામ ખૂબ જ થકવી નાખનારુ હોય છે, તેથી મહિલાઓને આ કામ કરતા અટકાવવામાં આવે છે. કોઈપણ રીતે, ગ્રહણ દરમિયાન ઘણી બધી શક્તિઓને કારણે વાતાવરણ ગરમ થઈ જાય છે અને ગર્ભવતી સ્ત્રી સામાન્ય સ્ત્રી કરતાં વધુ ગરમી અનુભવે છે. આ સ્થિતિમાં, જો તે ગ્રહણ દરમિયાન કાપવા અને સીવવાનું કામ કરે છે, તો તે ચોક્કસપણે થાક લાગે છે, જે તેના સ્વાસ્થ્યને અસર કરશે તે બાળક માટે પણ યોગ્ય રહેશે નહીં, તેથી સગર્ભા સ્ત્રીઓને આ કામ કરવાથી અટકાવવામાં આવે છે.
Chandra Grahan 2023: 5 મેએ ચંદ્ર ગ્રહણ, જાણો શું કરવુ અને શું ના કરવુ?
ગ્રહણ દરમિયાન, દરેક ગર્ભવતી સ્ત્રીએ ભગવાનનુ ધ્યાન કરવુ જોઈએ અને એવા કાર્યો કરવા જોઈએ જેનાથી તે ખુશ અને શાંત રહે. તેમણે પાણી પીવું જોઈએ, પાણી કોઈપણ રીતે માનવ મનને શાંત રાખવામાં મદદ કરે છે અને એટલું જ નહીં, મહિલાઓએ તેમના મનમાં નીચેના મંત્રોનો જાપ કરવો જોઈએ જે ગર્ભસ્થ બાળક માટે પણ સારુ છે.
- रक्ष रक्ष गणाध्यक्षः रक्ष त्रैलोक्य नायकः. भक्त नाभयं कर्ता त्राताभव भवार्णवात्.
- अस्य गोपाल मंत्रस्य, नारद ऋषि:, अनुष्टुप छंद:, कृष्णो देवता, मम पुत्र कामनार्थ जपे
- देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गत:।।
Today’s IPL Match 2023: આઈપીએલમાં આજે કોની-કોની વચ્ચે મેચ છે – SRH vs KKR
English summary
Chandra Grahan 2023 is on 5th Mahy, Friday. It is not good for Pregnant woman. Know reasons, tips and do-donts.
Story first published: Thursday, May 4, 2023, 10:03 [IST]