Astrology

oi-Hardev Rathod

|

Budh Uday 2023 : બુધ ગ્રહ ટૂંક સમયમાં ઉદય થવાનો છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે, કુંડળીમાં બુધની સ્થિતિ સારી થવાની જાતકના સારા સ્વાસ્થ્ય, જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ હોય છે. આ સાથે જીવનમાં સંતુષ્ટિ મળે છે.

જેમનો બુધ સારો હોય તેવા લોકોની તર્ક શક્તિ પણ ખૂબ સારી માનવામાં આવે છે. જે લોકોનો બુધ બળવાન હોય છે, તેમને જીવનના દરેક કામમાં સફળતા મળે છે. આગામી 10 મેના દિવસે મેષ રાશિમાં બુધ ગ્રહનો ઉદય થવાનો છે. 10 મેના રોજ બુધના ઉદયથી ચાર રાશિઓ પર અસર થશે.

મેષ રાશિ – બુધનો ઉદય મેષ રાશિમાં જ થવાનો છે, જેના કારણે મેષ રાશિ પર બુધનો ઉદય ઘણો પ્રભાવ પાડશે. બુધનો ઉદય આ રાશિના જાતકોના જીવનમાં મુશ્કેલીઓ લાવી શકે છે.

મેષ રાશિના જાતકોને પૈસાને લઈને પણ સમસ્યા થઈ શકે છે. આ સિવાય મુસાફરી દરમિયાન થાક લાગવાની સંભાવના છે અને આ રાશિના લોકોએ પોતાની વાણી પર ધ્યાન આપવાની જરૂર છે.

કર્ક રાશિ – કર્ક રાશિના દસમા ઘરમાં બુધનો ઉદય થવાનો છે. આ રાશિના જાતકોને કાર્યસ્થળ પર સારું પ્રદર્શન કરવાની તક મળશે. આ સિવાય કાર્યસ્થળ પર જવાબદારીઓ વધવાની અપેક્ષા છે. માંગલિક કાર્યોનું આયોજન પણ ઘરમાં થઈ શકે છે.

મિથુન રાશિ – મિથુન રાશિઓમાં બુધના ઉદયથી મિથુન રાશિ પર પણ અસર થવાની છે. મિથુન રાશિના અગિયારમા ઘરમાં બુધનો ઉદય થશે. બુધના ઉદયથી મિથુન રાશિના જાતકોને વેપાર ક્ષેત્રે લાભ મળી શકે છે.

આ સમય દરમિયાન નવી યોજનાઓમાં લાભ થશે અને લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. મિથુન રાશિના લોકોના જીવનમાં પ્રેમ સંબંધની અપેક્ષા રાખવામાં આવે છે.

કન્યા રાશિ – આ રાશિના આઠમા ઘરમાં બુધનો ઉદય થવાનો છે. આ ઘરમાં ઉદય થવાથી કન્યા રાશિના લોકોના જીવનમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દેખાવા લાગે છે.

આ સમય દરમિયાન કન્યા રાશિના જાતકોની સાથે મિત્રો તરફથી પણ મુશ્કેલી આવી શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તપાસ યોગ્ય રીતે કરો. આ સિવાય પૈસાની બચત પર અસર પડી શકે છે.

English summary

Budh Uday 2023 will happen soon, these three zodiac signs will benefit

Story first published: Tuesday, May 9, 2023, 16:58 [IST]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here