Astrology

oi-Hardev Rathod

|

Buddha Purnima 2023 : બુદ્ધ પૂર્ણિમાને વૈશાખી પૂનમના નામથી પણ ઓળખવામાં આવે છે. સમગ્ર દુનિયામાં પહેતા બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે.

આ શુભ દિવસ બૌદ્ધ ધર્મના સંસ્થાપક ગૌતમ બુદ્ધના જન્મ, જ્ઞાન અને મૃત્યુનું પ્રતિક છે. આ સાથે બૌદ્ધ સંપ્રદાયો દ્વારા તેની ઉજવણી ઉત્સાહ સાથે કરવામાં આવે છે.

એવું કહેવાય છે કે, ગૌતમ બુદ્ધના જીવનની ત્રણેય મહત્વપૂર્ણ ઘટનાઓ – તેમનો જન્મ, જ્ઞાન અને મોક્ષ – વર્ષના એક જ દિવસે થાય છે. આ ઘટનાને કારણે બૌદ્ધ ધર્મમાં આ દિવસનું ઘણું મહત્વ છે.

વર્ષ 2023 માં, બુદ્ધ પૂર્ણિમા 5 મે (શુક્રવાર) ના રોજ ઉજવવામાં આવશે. આ બુદ્ધ પૂર્ણિમા ખૂબ જ ખાસ હશે. કારણ કે, આ બુદ્ધ પૂર્ણિમા પર ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. આ સાથે ગ્રહો અને નક્ષત્રોનો પણ વિચિત્ર સંયોગ થઈ રહ્યો છે.

બુદ્ધ પૂર્ણિમા 2023 તારીખ

  • વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ શરૂ થાય છે – 04 મે, ગુરુવાર, રાત્રે 11:44 મિનિટ
  • વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ સમાપ્ત થાય છે – 05 મે, શુક્રવાર રાત્રે 11:03 મિનિટ
  • ઉદયતિથિ અનુસાર, બુદ્ધ પૂર્ણિમા 05 મે, શુક્રવારે ઉજવવામાં આવશે

બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભદ્રકાળ ચંદ્રગ્રહણ અને સિદ્ધિ યોગ સાથે છે

  • 5 મેના રોજ વૈશાખ પૂર્ણિમા અથવા બુદ્ધ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ પણ થઈ રહ્યું છે
  • ચંદ્રગ્રહણનો સમય – 5 મે, શુક્રવાર, રાત્રે 8:45 થી 6 મે મધ્યરાત્રિ 1:00 વાગ્યા સુધી
  • સિદ્ધિ યોગ – સૂર્યોદયથી સવારે 09:17 સુધી
  • સ્વાતિ નક્ષત્ર – સવારથી રાત 09:40 કલાક
  • વૈશાખ પૂર્ણિમાના દિવસે પૂજા માટેનો શુભ સમય – સવારે 11:51 થી 12:45 સુધી ભદ્રકાળ: સવારે 05:38 થી 11:27 સુધી
  • આ ભદ્રાનો વાસ પાતાળ હોવાથી તેની આડ અસર પૃથ્વી પર નહીં થાય

English summary

This special coincidence will happen on Buddha Purnima 2023

Story first published: Tuesday, April 11, 2023, 15:05 [IST]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here