Astrology
oi-Hardev Rathod
Buddh Purnima 2023 : ધાર્મિક માન્યતાઓ અનુસાર વૈશાખ પૂર્ણિમાના દિવસે ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. જે કારણે આ દિવસે બુદ્ધ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. બૌદ્ધ ધર્મમાં આ દિવસનું મહત્વ વિશેષ હોય છે. આ સાથે હિન્દુ ધર્મમાં વૈશાખ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન પૂણ્યનું ખાસ મહત્વ હોય છે.
ઉલ્લેખનીય છે કે, આ વખતે વૈશાખ પૂર્ણિમા અથવા બુદ્ધ પૂર્ણિમા 5 મેના રોજ ઉજવવામાં આવશે. તેને બુદ્ધ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ઘણા દુર્લભ સંયોગો બની રહ્યા છે, જે ઘણી રાશિના લોકોના જીવનમાં ધન અને પ્રગતિની સંભાવનાઓ ઉભી કરી રહ્યા છે.
બુદ્ધ પૂર્ણિમાએ ગ્રહોનો દુર્લભ સંયોગ થશે – જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે વૈશાખ પૂર્ણિમા 5 મે, 2023ના રોજ આવી રહી છે. આ વખતે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પણ બુદ્ધ પૂર્ણિમાના દિવસે થવાનું છે. નોંધનીય છે કે, આ દિવસે ચંદ્રગ્રહણ 5 મેની રાતના 8:45 કલાકથી મધ્યરાત્રિના 1:00 કલાક સુધી ચાલશે.
આ દિવસે સૂર્યોદયથી સવારે 09:17 સુધી સિદ્ધિ યોગ બનવાનો છે. આ દિવસે સ્વાતિ નક્ષત્ર પણ રહેશે. ઉલ્લેખનીય છે કે, સ્વાતિ નક્ષત્ર સવારથી રાત્રે 09:40 કલાક સુધી રહેશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુદ્ધ પૂર્ણિમાના દિવસે 130 વર્ષ બાદ આવો યોગ બની રહ્યો છે. જ્યારે, શનિ સ્વરાશિ કુંભ રાશિમાં બેઠો છે. ગુરુ, બુધ અને સૂર્ય મેષ રાશિમાં રહેશે. બુધ અને સૂર્ય સાથે મળીને બુધાદિત્ય યોગ બનશે.
મેષ રાશિ – જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુદ્ધ પૂર્ણિમા પર બનેલો દુર્લભ સંયોગ મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે. આ દરમિયાન મેષ રાશિના જાતકોની આવકમાં વધારો થશે. આટલું જ નહીં આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જો તમે નોકરી બદલવા માંગતા હોવ, તો આ સમય અનુકૂળ છે.
કર્ક રાશિ – જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ સમય વ્યક્તિ માટે તેના કરિયરમાં ઘણો ફાયદો કરાવવાનો છે. આ સમય દરમિયાન, નોકરિયાત લોકોને ઇચ્છિત જગ્યાએ ટ્રાન્સફર મળશે. ધંધો સારો ચાલશે. જૂના વિવાદોમાં રાહત મળી શકે છે. ભાગ્યનો પૂરો સાથ મળશે.
સિંહ રાશિ – જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સિંહ રાશિના લોકો માટે આ સમય દરેક કાર્યમાં સફળ સાબિત થશે. નવી તકો મળશે. આ દરમિયાન જીવનમાં ખુશીઓનું આગમન થશે. આ સમય દરમિયાન તમને પ્રમોશન મળી શકે છે. વ્યક્તિની આવકમાં વધારો થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
English summary
lord Kubera will shower grace on Buddh Purnima 2023, this zodiac will benefit
Story first published: Wednesday, April 19, 2023, 18:29 [IST]