Astrology

oi-Hardev Rathod

|

Astro Tips : સનાતન ધર્મમાં કોઇપણ જાતકની કુંડળીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ કુંડળીને જોઇને જ્યોતિષ શાસ્ત્ર વ્યક્તિનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી શકીએ છીએ. આ ઉપરાંત તમારી કુંડળી એ પણ જણાવે છે કે, તમારું આવનારું જીવન કેવું રહેશે.

સમુદ્રશાસ્ત્રમાં શરીરની રચના અને તેના પરના તલ અથવા અન્ય નિશાનો પરથી ઘણું શીખી શકાય છે. સમુદ્રશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે, વ્યક્તિની હથેળી જોઈને, તેના ભાગ્ય વિશે ઘણું કહી શકાય છે. તેમાંથી કેટલીક બાબતોનો ઉલ્લેખ આ અહેવાલમાં કરવામાં આવી રહ્યો છે.

નાની હથેળીનો અર્થ – જો કોઈ વ્યક્તિની હથેળી નાની હોય, તો એવું માનવામાં આવે છે કે, તેનું જીવન ખૂબ જ સુખી રહેશે. જેમની હથેળી નાની હોય તેમના માટે કહેવાય છે કે, તેઓ સ્પષ્ટ મનના લોકો છે. આ સિવાય નાની હથેળીવાળા લોકોને વસ્તુઓ જાણવા અને સમજવાની ઘણી ઈચ્છા હોય છે.

મોટી હથેળીનો અર્થ – સમુદ્રશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે, જેમની હથેળી મોટી હોય છે, તેમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા લોકોની સામે હંમેશા પૈસાની અછત રહે છે, પરંતુ તેમના જીવનમાં હંમેશા ખુશીઓ અકબંધ રહે છે. પૈસાની અછત હોવા છતાં આવા લોકોના જીવનમાં સુખ-સુવિધાઓની કોઈ કમી નથી હોતી.

મુલાયમ અને કઠણ હથેળીનો અર્થ – નરમ હથેળીવાળા લોકો માટે સમુદ્રશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, આવા લોકોને ખૂબ જ સુખ હોય છે. બીજી તરફ જો આપણે સખત હથેળીવાળા લોકોની વાત કરીએ તો, આવા લોકો ખૂબ જ મહેનતુ હોય છે અને તેમની મહેનતથી સુખ અને સુવિધાઓ મેળવે છે. સખત હથેળીવાળા લોકો માટે એવું કહેવાય છે કે, આ લોકોમાં સમય વ્યવસ્થાપનની કળા જબરદસ્ત હોય છે અને તેઓ ઉત્પાદકતાની દ્રષ્ટિએ પણ વધુ સારા હોય છે.

English summary

Astro Tips : Palm of spouse will open many secrets, know this way

Story first published: Monday, April 24, 2023, 19:07 [IST]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here