Astrology

oi-Manisha Zinzuwadia

|

Akshaya Tritiya/Akha Trij 2023: હિંદુઓનો પવિત્ર તહેવાર અક્ષય તૃતીયા એટલે કે અખા ત્રીજ 22 એપ્રિલ, 2023ના રોજ મનાવવામાં આવશે. અખા ત્રીજ હિંદુઓ અને જૈનોનો એક પ્રાચીન તહેવાર છે.

હિંદુ પંચાંગ મુજબ, અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજે ઉજવવામાં આવે છે. અક્ષય શબ્દનો અર્થ ‘ક્યારેય ખતમ ન થનારુ’ એવો થાય છે. એટલા માટે આ દિવસે કોઈપણ જપ, યજ્ઞ, પિતૃ-તર્પણ, દાન-પુણ્ય કરવાના ફળમાં ક્યારેય ઘટાડો થતો નથી.

ધરતેરસની જેમ અક્ષય તૃતીયા/અખા ત્રીજ પર પણ દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર અક્ષય તૃતીયાનુ મહત્વ વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યુ છે. અક્ષય તૃતીયાના દિવસે વાસ્તુશાસ્ત્રના કેટલાક ઉપાય અજમાવવાથી ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે.

અતીક અને અશરફના હત્યાકાંડની તપાસ માટે સીએમ યોગીએ આયોગની કરી રચના, આ 3 અધિકારી કરશે સમગ્ર મામલાની તપાસઅતીક અને અશરફના હત્યાકાંડની તપાસ માટે સીએમ યોગીએ આયોગની કરી રચના, આ 3 અધિકારી કરશે સમગ્ર મામલાની તપાસ

અક્ષય તૃતીયાના દિવસે આ 5 વાસ્તુ ટિપ્સ ફોલો કરો

  • અક્ષય તૃતીયાના દિવસે ઘરની સફાઈ યોગ્ય રીતે કરવી જોઈએ. ઘરમાં ક્યાંય પણ જાળા અને એઠા વાસણો ન હોવા જોઈએ. ઘરનુ પ્રવેશદ્વાર હંમેશા સ્વચ્છ હોવુ જોઈએ.
  • અક્ષય તૃતીયાના દિવસે, તમારા ઘરના તમામ નળને સંપૂર્ણ રીતે તપાસો. જો ક્યાંય પણ લીકેજ હોય, તો તેને તાત્કાલિક ઠીક કરો. વાસ્તુશાસ્ત્ર અનુસાર નળમાંથી પાણી ટપકવુ અશુભ માનવામાં આવે છે.
  • ઘર હોય, દુકાન હોય કે ઓફિસ દરેક જગ્યાએ ઉત્તર કે પૂર્વ દિશામાં પૈસા રાખવાનો પ્રયાસ કરો. ઘરની તિજોરી અથવા કોઈપણ મૂલ્યવાન બૉક્સને પણ હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવુ જોઈએ. વાસ્તુ અનુસાર આ દિશામાં પૈસા રાખવાથી આર્થિક સમસ્યા થતી નથી.
  • અક્ષય તૃતીયાના દિવસે ઘરની ઉત્તર દિશામાં અરીસો લગાવવો શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર અરીસાને દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે, જેનાથી ઉંમર અને ધનમાં પણ વધારો થાય છે.
  • અક્ષય તૃતીયા પર સાંજે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવતી વખતે ધ્યાન રાખો કે દીવો દક્ષિણ તરફ હોવો જોઈએ. આવુ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મી આવે છે.

Weather Update: હીટવેવનો પ્રકોપ, 5 રાજ્યોમાં લૂ માટે એલર્ટ, અમુક જગ્યાએ પારો 44 ડિગ્રીને પારWeather Update: હીટવેવનો પ્રકોપ, 5 રાજ્યોમાં લૂ માટે એલર્ટ, અમુક જગ્યાએ પારો 44 ડિગ્રીને પાર

English summary

Akshaya Tritiya/Akha Trij 2023: Follow these 5 Vastu Shastra tips to get lots of money and grace of Goddess Lakshmi.

Story first published: Monday, April 17, 2023, 10:44 [IST]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here