Astrology

oi-Manisha Zinzuwadia

|

Akshay Tritiya Facts: વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાના દિવસને અક્ષય તૃતીયા તરીકે મનાવવામાં આવે છે. સનાતન ધર્મમાં અક્ષય તૃતીયા તિથિને ખૂબ શુભ માનવામાં આવી છે. આ દિવસે દાન-પુણ્યનુ ફળ અનેક ગણુ મળે છે.

આ દિવસે સૂર્ય અને ચંદ્ર પોતાના ઉચ્ચ પ્રભાવમાં હોય છે અને તેમની અસર પ્રબળ રહે છે, જેના કારણે આ દિવસની શુભતા વધે છે. આ તારીખને અક્ષય તૃતીયા અથવા અખા ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ વર્ષે અક્ષય તૃતીયા 22 એપ્રિલના રોજ મનાવવામાં આવશે. ચાલો જાણીએ અક્ષય તૃતીયા તિથિ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો જે આ દિવસને ખાસ બનાવે છે.

Surya Grahan 2023: 20 એપ્રિલે વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ, જાણો દરેક રાશિ પર પ્રભાવ અને ઉપાયSurya Grahan 2023: 20 એપ્રિલે વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ, જાણો દરેક રાશિ પર પ્રભાવ અને ઉપાય

મળે છે અક્ષય ફળ

આ દિવસ સાથે જોડાયેલી એવી માન્યતા છે કે આ દિવસે જે પણ કામ કરવામાં આવે છે તેનાથી વ્યક્તિને બરકત મળે છે. સત્કર્મનુ અક્ષય ફળ મળે છે. બીજી તરફ જો આ દિવસે ખરાબ કાર્યો કરવામાં આવે તો તેનુ પરિણામ પણ પીછો નથી છોડતુ.

અક્ષય તૃતીયા સમાન કોઈ તિથિ નથી

“न माधव समो मासो न कृतेन युगं समम्। न च वेद समं शास्त्रं न तीर्थ गंगयां समम्।।”

વૈશાખ જેવો કોઈ મહિનો નથી, સત્યયુગ જેવો કોઈ યુગ નથી, વેદ જેવો કોઈ શાસ્ત્ર નથી અને ગંગાજી જેવુ કોઈ તીર્થ નથી. તેવી જ રીતે, અક્ષય તૃતીયા જેવી કોઈ તિથિ નથી.

સતયુગની શરુઆત

પુરાણો અનુસાર આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠવુ અને સ્નાન, દાન, જપ, સ્વાધ્યાય વગેરે કરવુ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ તિથિએ કરેલા શુભ કાર્યોના ફળનો ક્ષય થતો નથી, તેને સતયુગની શરૂઆતની તિથિ પણ માનવામાં આવે છે, આ કારણે આ દિવસને ‘કૃતયુગાદી’ તિથિ પણ કહેવામાં આવે છે. સતયુગ ઉપરાંત દ્વાપર અને ત્રેતાયુગની શરૂઆત આ તારીખથી ગણાય છે.

કમૂરતા 14 એપ્રિલે થશે ખતમ, પરંતુ માંગલિક કાર્યો 1 મેથી થશે શરુ, જાણો લગ્ન પ્રસંગના મુહૂર્તકમૂરતા 14 એપ્રિલે થશે ખતમ, પરંતુ માંગલિક કાર્યો 1 મેથી થશે શરુ, જાણો લગ્ન પ્રસંગના મુહૂર્ત

ભાગ્ય અને સફળતા સાથે જોડાયેલો છે આ દિવસ

અક્ષય તૃતીયાના દિવસે, લોકો ખાસ કરીને નવુ વાહન, ગૃહ પ્રવેશ, ઘરેણા ખરીદવા વગેરે જેવા કાર્યો કરે છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસ વ્યક્તિના જીવનમાં સૌભાગ્ય અને સફળતા લાવે છે. આ એક કારણ છે કે આ દિવસે લોકો રિયલ એસ્ટેટ સંબંધિત કામ, શેર માર્કેટમાં રોકાણ, રિયલ એસ્ટેટના સોદા અથવા કોઈ નવો વ્યવસાય શરૂ કરે છે. પંચાંગ જોયા વિના આ દિવસને શ્રેષ્ઠ મુહૂર્તમાં સામેલ કરવામાં આવે છે.

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને મા ગંગાનુ અવતરણ

પૃથ્વી પર 24 સ્વરૂપોમાં દેવતાઓના અવતાર વિશે જણાવવામાં આવ્યુ છે. તેમાંથી છઠ્ઠો અવતાર ભગવાન પરશુરામનો હતો. પુરાણો અનુસાર તેમનો જન્મ અક્ષય તૃતીયા તિથિએ થયો હતો. આ શુભ દિવસે ગંગા ભગવાન વિષ્ણુના ચરણોમાં પૃથ્વી પર ઉતરી હતી.

રવિવારનો દિવસ શુભતા વધારે

જો અક્ષય તૃતીયા રવિવારના દિવસે આવે તો આ દિવસ સૌથી વધુ શુભ અને પુણ્યકારક તેમજ અક્ષય પ્રભાવ ધરાવતો બની જાય છે.

Venus Transit to Taurus 2023: વૃષભમાં થશે શુક્રનુ ગોચર, જાણો દરેક રાશિ પર પ્રભાવVenus Transit to Taurus 2023: વૃષભમાં થશે શુક્રનુ ગોચર, જાણો દરેક રાશિ પર પ્રભાવ

ભગવાન વિષ્ણુની ઉપાસના

કળિયુગની નકારાત્મક અસરોથી બચવા માટે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને દાન કરવુ જોઈએ. આવનારા સમયમાં તમને તેના ફાયદા ચોક્કસ મળશે.

વૈશાખ મહિનાનુ મહત્વ

વૈશાખ મહિનામાં આવતા અક્ષય તૃતીયાના તહેવારને કારણે આ મહિનાનુ મહત્વ ઘણુ માનવામાં આવે છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવાતા આ તહેવારનો ઉલ્લેખ મત્સ્ય પુરાણ, નારદીય પુરાણ, વિષ્ણુ ધર્મ સૂત્ર અને ભવિષ્ય પુરાણ વગેરેમાં જોવા મળે છે.

આ વસ્તુઓનુ કરો દાન

આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરીને તમારી ક્ષમતા અનુસાર પાણી, દહીં, સત્તુ, ફળ, જગ, અનાજ, શેરડી, હાથથી બનાવેલા પંખા, કપડાં વગેરેનુ દાન કરવાથી વિશેષ ફળ મળે છે. આ દિવસે જરૂરિયાતમંદોને મદદ કરવી ફળદાયી છે. દાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલા પાપોનો બોજ હળવો થાય છે.

English summary

Akshaya Tritiya 2023: Some interesting facts about Akshaya Tritiya or Akhatrij day

Story first published: Thursday, April 13, 2023, 8:04 [IST]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here