Akshay Tritiya/Akha Trij 2023: અક્ષય તૃતીયા કે અખા ત્રીજનો અર્થ થાય છે ક્યારેય ન ખતમ થનારુ. આ એક ખૂબ જ પ્રાચીન તહેવાર છે જે હિન્દુઓ અને જૈનો દ્વારા ઉજવવામાં આવે છે. અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાના દિવસે આવે છે.
અક્ષય તૃતીયા દરમિયાન, એક વિશેષ યોગ – મહા સંયોગ રચાશે જે આ દિવસનુ મહત્વ અનેક ગણુ વધારશે. આ દિવસે સોનુ અને ચાંદી ખરીદવુ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ આ દિવસે કોઈ પણ પ્રકારનુ શુભ કાર્ય કરી શકાય છે કારણ કે આખો દિવસ વણજોયુ મુહૂર્ત રહે છે.
આ દિવસે છે અક્ષય તૃતીયા/અખા ત્રીજ
આ વર્ષે અક્ષય તૃતીયા 22 એપ્રિલ 2023ના રોજ ઉજવવામાં આવશે. તૃતીયા તિથિ 22 એપ્રિલ 2023ના રોજ સવારે 07:49 વાગ્યે શરૂ થશે અને 23 એપ્રિલ 2023ના રોજ સવારે 07:47 વાગ્યે સમાપ્ત થશે. પૂજા મુહૂર્ત સવારે 07:49થી બપોરે 12:19 સુધી રહેશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન વિષ્ણુએ આ તિથિએ પરશુરામ તરીકે અવતાર લીધો હતો. આ સાથે ભગવાન બદ્રીનાથના દ્વાર પણ ખોલવામાં આવે છે અને ચાર ધામ યાત્રા શરૂ થાય છે.
અક્ષય તૃતીયા 2023 પર બની રહ્યો છે મહાસંયોગ
આ વર્ષે અક્ષય તૃતીયા દરમિયાન ચાર મુખ્ય ગ્રહો – બુધ, ગુરુ, શુક્ર અને સૂર્ય તેમની સ્થિતિ બદલશે. જ્યારે ગુરુ રાહુ સાથે યુતિ કરશે, બુધ અને સૂર્ય મેષ રાશિમાં રહેશે. મેષ રાશિમાં ગુરુ અને રાહુનો સંયોગ પણ ગુરુ ચાંડાલ યોગ બનાવશે. આ યોગ 30 ઓક્ટોબર 2023 સુધી રહેશે અને પછી ત્યાંથી રાહુ મીન રાશિમાં સંક્રમણ કરશે. અક્ષય તૃતીયાના દિવસે ગ્રહોનુ આ પરિવર્તન પાંચ મુખ્ય રાશિઓને અસર કરશે –
મેષ
મેષ રાશિના જાતકો માટે અક્ષય તૃતીયાનો દિવસ ભાગ્યશાળી સાબિત થશે અને જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન આવશે. ભાવનાત્મક રીતે પણ તમે તમારી જાતને નવા સ્વરૂપમાં જોશો. નોકરીયાત લોકો પોતાના કામમાં ખૂબ વ્યસ્ત રહેશે. જૂના રોગોથી પીડિત લોકોને સ્વાસ્થ્ય લાભ મળશે. તેની સાથે લગ્નજીવન સુખી રહેશે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે સમજણ અને મધુરતા વધશે.
મિથુન
મિથુન રાશિના જાતકોને અક્ષય તૃતીયા પર બની રહેલા યોગથી આર્થિક લાભ થશે અને આ સમયગાળા દરમિયાન તેઓ ખૂબ ધન કમાઈ શકશે. નોકરી કરતા લોકોને પણ પ્રમોશન મળી શકે છે અને આવકમાં પણ વધારો થવાના સંકેત છે. બચત કરવામાં સફળતા મળશે. આ સાથે જ જાતક સામાજિક રીતે પણ સક્રિય રહેશે. કોઈપણ રોકાણ યોજના સફળ થશે અને તમે મોટી બચત કરી શકશો.
Petrol-Diesel Price: ક્રૂડ ઓઈલનો ભાવ થયો 87 ડૉલર, ઘણા શહેરોમાં મોંઘુ થયુ પેટ્રોલ અને ડીઝલ
કર્ક
કર્ક રાશિના લોકોનુ ભાગ્ય સાનુકૂળ રહેશે. નોકરી કરતા લોકો તેમના કાર્યસ્થળ પર ખૂબ જ આરામદાયક રહેશે અને તેમને તેમની મહેનતનુ ફળ મળશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિની સંભાવના તો છે જ પરંતુ આવકમાં પણ વધારો થશે. આ દરમિયાન સામાજિક સન્માન પણ પ્રાપ્ત થશે. ઉદ્યોગપતિઓ આ સમયે નવા ઉદ્યોગમાં રોકાણ કરી શકે છે. અંગત જીવનમાં પણ તમે ખુશ અને તણાવમુક્ત રહેશો.
કન્યા
અક્ષય તૃતીયાના યોગની અસરથી કન્યા રાશિના જાતકોના જીવનમાં સકારાત્મકતા આવશે. આ દરમિયાન જાતકનો ઝુકાવ ધાર્મિક કાર્યો તરફ રહેશે. તમે ધાર્મિક મહત્વના સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો. પરિવારમાં ખુશી અને આનંદ રહેશે અને તમારા પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો સારા રહેશે. ઉપરાંત, તમે આ સમયગાળા દરમિયાન પૈસાને યોગ્ય રીતે હેન્ડલ કરી શકશો અને વધુ સારા નાણાકીય નિર્ણયો લઈ શકશો.
મીન
અક્ષય તૃતીયા પર બની રહેલા યોગ દરમિયાન સારી નોકરી મળી શકે છે અને આવકમાં વધારો થશે. જે લોકો બેરોજગાર છે તેમને આ સમયગાળા દરમિયાન નોકરી મળશે. કારકિર્દી મુજબ, જો તમે યોગ્ય તક પસંદ કરશો તો તમે શ્રેષ્ઠ બનશો. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ લેવાનું વિચારી રહ્યા છે તેમના માટે પણ આ તબક્કો સારો રહેશે. તેની સાથે પરિવારના સભ્યો અને નજીકના મિત્રોનો સતત સહયોગ મળશે, જેના કારણે તમે સારું અનુભવશો.
Surya Grahan 2023: 20 એપ્રિલે વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ, જાણો દરેક રાશિ પર પ્રભાવ અને ઉપાય
Akshay Tritiya 2023: These 5 zodiac signs will be lucky on Akshay tritiya/Akha Trij day.