પૈસાની જરૂરિયાત અને ઇચ્છા આ દુનિયામાં દરેક વ્યક્તિને હોય છે. આ માટે મહેનત સાથે સાથે કિસ્મતની જરૂરી છે. આવા સમયે જ્યોતિષશાસ્ત્રમાં આ માટે ઘણા ઉપાયો આપવામાં આવ્યા છે, જેના દ્વારા તમે ધન પ્રાપ્તિ માટે સારી કિસ્મત પ્રાપ્ત કરી શકો છો. આ માટે તમારે સુતા પહેલા આ કામ કરવા પડશે, જેનાથી તમારી પાસે ધન સંપતિ ટકી રહેવાની કિસ્મત પ્રાપ્ત થાય છે. આ ઉપાયોથી તમારુ ગુડ લક વધશે.
આ સુતા પહેલા ક્યારેય ન કરો આ કામ
રાત્રે સૂતા પહેલા તમારા પગને સારી રીતે ધોઈ લો, પછી તેને સ્વચ્છ કપડાથી લૂછીને જ ઉંઘવા જાઓ. ગંદા પગ કે ભીના પગ સાથે પથારીમાં જવાથી આર્થિક સંકટમાં વધારો થાય છે. આ સાથે નાણાકીય સમસ્યાઓ પણ વધી શકે છે.
રાત્રે સૂતી વખતે કપડા બદલવા. એટલે કે, તમે દિવસ દરમિયાન જે કપડાં પહેરો છો, તે સૂતી વખતે ન પહેરવા જોઈએ. આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે, કપડા વગર અથવા નગ્ન થઈને પણ ન સૂવું. આવું કરવાથી માતા લક્ષ્મીનો વાસ નથી થતો.
લોકો ઘણીવાર રાત્રે સૂતા પહેલા લાઇટ બંધ કરી દે છે. જો રાત્રે ઘરમાં સંપૂર્ણ અંધકાર હોય તો માતા લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે. આવી સ્થિતિમાં રાત્રે સૂતા પહેલા ક્યારેય પણ તમામ લાઇટ બંધ ન કરો. જો શક્ય હોય તો, કોઈ જગ્યાની લાઈટ ચાલુ રાખો.
રાત્રે સૂતા પહેલા ક્યારેય પૈસાની ગણતરી કે લેતીદેતી ન કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, રાત્રે પૈસાની ગણતરી કરવાથી ધનની હાનિ થાય છે. માતા લક્ષ્મી પણ ગુસ્સે થઈને ઘરની બહાર નીકળી જાય છે.
શાસ્ત્રોમાં દૂધને સમૃદ્ધિની નિશાની માનવામાં આવે છે. આવી સ્થિતિમાં રાત્રે સૂતા પહેલા, ધ્યાન રાખો કે દૂધના વાસણને ક્યારેય ખુલ્લું ન રાખો. દૂધના વાસણને હંમેશા ઢાંકીને રાખવું જોઈએ. આમ કરવામાં નિષ્ફળતા ધનની ખોટ તરફ દોરી જાય છે.
આજકાલ વિવિધ પ્રકારના ગેજેટ્સનો જમાનો છે. લોકો હંમેશા મોબાઈલ ફોન પોતાની સાથે રાખે છે. જોકે, સૂતા પહેલા, ધ્યાન રાખો કે તકિયાની આસપાસ કોઈપણ પ્રકારનું ગેજેટ અથવા કોઈપણ તીક્ષ્ણ વસ્તુ ન હોવી જોઈએ. આ સાથે કોઈપણ ઇલેક્ટ્રિકલ સાધનો ન હોવા જોઈએ. જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
Do this work before going to bed, you will never lose your wealth
Story first published: Thursday, November 24, 2022, 21:34 [IST]