આવી સ્ત્રીઓ ખૂબ ભાગ્યશાળી હોય છે
જે સ્ત્રીઓના દાંત સુંદર, ચમકદાર, સફેદ અને આગળ નીકળેલા હોય છે, આવી સ્ત્રીઓ ખૂબ ભાગ્યશાળી હોય છે. તે જીવનમાં શાહી જીવનજીવે છે.
બીજી તરફ જો હસતી વખતે કોઈ મહિલાના દાંત દેખાતા ન હોય અને તેના ગાલ ફૂલી જાય અને તેની આંખો બંધ ન હોય, તો તેખૂબ જ શુભ સંકેત છે.

ત્રણ રેખાઓ વાળી ગરદન ધરાવતી સ્ત્રી
જેમની ગરદન ચાર આંગળીઓ જેટલી લાંબી હોય છે અને તેમાં ત્રણ રેખાઓ દેખાય છે, તેવી સ્ત્રીઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.
આવી સ્ત્રીઓ ઘણી ધનવાન હોય છે. આ સાથે સુંદર અને ગોળ આકારની ગરદનવાળી સ્ત્રી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ગોળ અને નરમ દાઢીવાળી સ્ત્રી
જો કોઈ સ્ત્રીની દાઢી નીચેના હોઠની નીચે પહોંચે છે, તો આવી સ્ત્રીઓ ખૂબ ભાગ્યશાળી હોય છે. બીજી તરફ ગોળ અને નરમ દાઢીવાળીછોકરીઓ તેના પતિ માટે શુભ પરિણામ આપે છે.

તાંબા જેવી લાલ જીભવાળી સ્ત્રી
જે સ્ત્રીઓની જીભ લાંબી, સીધી, પાતળી અને તાંબા જેવી લાલ હોય છે. આવી સ્ત્રીઓનું જીવન ખૂબ જ સુખદ હોય છે. આવી સ્ત્રી જેના પણ ઘરે જાય છે. ત્યાં ગુડ લકનો વરસાદ અવિરત થતો રહે છે. તેમને જીવનમાં કોઈ વસ્તુની કમી નથી હોતી.

ગોળાકાર ગાલ ધરાવતી સ્ત્રી
જે છોકરીઓના ગાલ ગોળાકાર હોય છે અને થોડા પીળાશ પડતા હોય છે, તેવી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવીમહિલાઓના લગ્ન બાદ તેમના પતિ માટે કિસ્મતના દરવાજા ખોલનારી હોય છે અને તેમને જીવનમાં શુભ ફળ મળવા લાગે છે.