આ રાશિના જાતકોને થશે નુકસાન
વૃષભ, મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિના જાતકોએ મોતી ધારણ કરવું જોઇએ નહીં. આ સાથે શુક્ર, બુધ અને શનિની રાશિવાળા લોકોએ પણ મોતી ન પહેરવા જોઈએ. આ રાશિના લોકોને મોતી પહેરવાથી સકારાત્મક પરિણામ નથી મળતું. આ સાથે લાગણીશીલ લોકોએ પણ મોતી પહેરવાનું ટાળવું જોઈએ.

આ રત્નો સાથે ન પહેરો મોતી
બીજી તરફ જે લોકોને મોતી પહેરવાની સલાહ આપવામાં આવી છે, તેમને પહેરતી વખતે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે, તેઓએ પહેલાથી જનીલમ, ગોમેદ અને હીરા ધારણ કર્યા નથી. આ રત્નો સાથે મોતી ધારણ કરવાથી તે નકારાત્મક પરિણામો આપવા લાગે છે.

જળ તત્વની સમસ્યા
જે લોકોની કુંડળીમાં 12 મા કે 10 મા ભાવમાં ચંદ્ર હોય, આવા લોકોએ મોતી ન ધારણ કરવા જોઈએ. આ સાથે જો તમને શરીરમાં કફ, પાણીના તત્વ જેવી સમસ્યા હોય, તો તમારે મોતી પહેરવાનું ટાળવું જોઈએ. અન્યથા સમસ્યા ઓછી થવાને બદલે વધી જાય તેવી શક્યતા છે.