લાલ દોરો પહેરવાના ફાયદા

  • ધાર્મિક માન્યતા અનુસાર, માતા લક્ષ્મી હાથમાં નાળાસળી અથવા લાલ દોરો બાંધવાથી પ્રસન્ન થાય છે.
  • આ સાથે જ લાલ દોરો પહેરવાથી હનુમાનજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
  • મંગળનો રંગ લાલ છે, તેથી લાલ રંગ બાંધવાથી કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત બને છે.
  • લાલ રંગનો દોરો પહેરવાથી આર્થિક લાભ પણ થાય છે.
આ રાશિના જાતકોએ બાંધવો જોઈએ લાલ દોરો

આ રાશિના જાતકોએ બાંધવો જોઈએ લાલ દોરો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ, સિંહ, વૃશ્ચિક રાશિના લોકોએ લાલ દોરો બાંધવો જોઈએ. માન્યતા અનુસાર આ રાશિના લોકો લાલદોરો બાંધવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરે છે. વાસ્તવમાં મંગળ અને સૂર્ય ભગવાનને લાલ રંગ પ્રિય છે, એટલા માટે આ રાશિઓનાસ્વામી હોવાના કારણે તેમના માટે લાલ રંગનો દોરો શુભ હોય છે.

આ રાશિના જાતકોએ ન બાંધવો જોઈએ લાલ દોરો

આ રાશિના જાતકોએ ન બાંધવો જોઈએ લાલ દોરો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે. શનિદેવને લાલ રંગ પસંદ નથી. આ જ કારણ છે કે, શનિવારના રોજ શનિદેવને કાળા તલનું દાન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આ બંને રાશિના લોકોએ લાલ દોરો ન પહેરવો જોઈએ. આ સિવાય મીન રાશિએ પણ લાલ રંગનો દોરો ન પહેરવો જોઈએ.

આ દિવસે બાંધવો લાલ દોરો

આ દિવસે બાંધવો લાલ દોરો

મંગળવારના રોજ લાલ રંગનો દોરો પહેરવો જોઈએ. નાળાસળી બાંધવાથી બ્રહ્માની કૃપાથી પ્રસિદ્ધિ મળે છે, વિષ્ણુની કૃપાથી રક્ષા બળ અને શિવની કૃપાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. તેની સાથે માતા લક્ષ્મીની કૃપાથી ધન, માતા દુર્ગાની કૃપાથી બળ અને માતા સરસ્વતીની કૃપાથી બુદ્ધિની પ્રાપ્તિ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here