Astrology
oi-Hardev Rathod
જ્યોતિષ શાસ્ત્રમાં ઘણી માન્યતા જોવા મળે છે. જેમાં નજર લાગવાથી બચવા માટે કાળો દોરો બંધવોએ સામાન્ય છે. જોકે, દરેક રાશિને કાળો દોરો બાંધવાથી ફાયદો થતો નથી, પણ ઉલટાનું નુકસાન થશે. શનિ ગ્રહના દોષને અટકવવા માટે પણ કાળો દોરો પહેરવામાં આવે છે. શનિનો રંગ કાળો છે. આવા સમયે શનિ દોષમાંથી મુક્તિ માટે તેમજ કુંડળીમાં શનિને મજબુત કરવા માટે પણ કાળો દોરો પહેરવામાં આવે છે.
લાલ કિતાબ અને જ્યોતિષ શાસ્ત્રમાં કાળો દોરા સાથે જોડાયેલા ઘણા ઉપાયો અને તેના મહત્વ વિશે જણાવવામાં આવ્યું છે. જોકે, એવું બિલકુલ નથી કે કાળો દોરો પહેરવાથી માત્ર ફાયદો જ મળશે. એવી ઘણી રાશિઓ છે, જેના કાળો દોરો પહેરવાથી નુકસાન સહન કરવું પડે છે. આજે આપણે કાળો દોરો પહેરવાના ફાયદા અને ગેર ફાયદા વિશે જાણીશું.

કાળો દોરો પહેરતા પહેલા રાખો આ સાવધાની
- કાળો દોરો અભિમંત્રિત કર્યા બાદ જ પહેરવો જોઈએ
- આ માટે તમે કોઈ લાયક જ્યોતિષીની સલાહ લઈ શકો છો
- કાળો દોરો બાંધનાર વ્યક્તિએ રૂદ્ર ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ
- મંત્ર – ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહ તન્નો રુદ્રઃ પ્રચોદયાત્ ॥
- શરીરના જે ભાગમાં કાળો દોરો બાંધવામાં આવે છે, ત્યાં કોઈ અન્ય રંગનો દોરો ન હોવો જોઈએ

કાળો દોરો પહેરવાથી થશે આ ફાયદા
- મંગળવારના રોજ જમણા પગ પર કાળો દોરો બાંધવો શુભ છે. તેની અસરથી વ્યક્તિનું આર્થિક જીવન સુખી બને છે.
- ઘરમાં ધન અને સમૃદ્ધિનું આગમન થાય છે.
- પગ પર કાળો દોરો બાંધવાથી પગની ઈજા મટે છે.
- જો પેટના દુઃખાવાથી પીડિત વ્યક્તિ આ દોરાને પગના અંગૂઠામાં બાંધે તો તેના પેટનો દુઃખાવો ઓછો થઈ જાય છે.
- જે બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, તેમને કાળો દોરો પહેરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
- કાળો દોરો ઘરને ખરાબ નજરથી બચાવવા માટે વપરાય છે.
- તેના માટે તમે લીંબુ-મરચાને કાળા દોરામાં બાંધીને ઘરના મુખ્ય દરવાજા પરલટકાવી શકો છો.

આ રાશિના લોકોએ ન પહેરવો જોઇએ કાળો દોરો
કાળો દોરો જ્યાં લાભ આપે છે, તે કેટલીક રાશિના લોકો માટે નુકસાનકારક પણ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃશ્ચિક અને મેષ રાશિના લોકોએ કાળો દોરો ન બાંધવો જોઈએ.
વાસ્તવમાં મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે અને મંગળનો રંગ લાલ છે અને માન્યતા અનુસાર મંગળને કાળા રંગથી નફરત છે. જ્યોતિષના મતે આ બે રાશિના લોકોને કાળો દોરો બાંધવાથી ધન, સન્માન અને સ્વાસ્થ્યની હાનિ થઈ શકે છે.

કાળો દોરો પહેરતી વખતે રાખો આ નિયમોનું ધ્યાન
- અભિમંત્રિત થયા બાદ જ કાળો દોરો પહેરો
- કાળો દોરો પહેરવા માટે મંગળવાર અને શનિવાર પસંદ કરો. આ દિવસે જમણા પગ પર કાળો દોરો બાંધો.
- આ દિવસે કાળો દોરો બાંધવાથી વ્યક્તિના જીવનમાં આર્થિક સુખ-સમૃદ્ધિ આવે છે.
- આ સાથે જ જ્યોતિષ શાસ્ત્રના નિયમો અનુસાર વ્યક્તિએ કાળા દોરા સાથે અન્ય કોઈ દોરો ન બાંધવો જોઈએ. આમ કરવું અશુભ માનવામાં
- આવે છે.
English summary
This zodiac sign should not wear black thread, know the benefits of tying black thread
Story first published: Sunday, November 6, 2022, 14:05 [IST]