ડુંગરપુર: રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં ત્રણ દિવસ પહેલા યુવકની હત્યાના કેસમાં સનસનીખેજ ખુલાસો થયો છે. વોટ્સએપ બે ગ્રુપમાં ચાલી રહેલી વર્ચસ્વની લડાઈમાં અદાવતના કારણે યુવકની હત્યા કરવામાં આવી હતી. હત્યાનું કારણ સામે આવ્યા બાદ પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી. પોલીસે આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. આ મામલો ડુંગરપુરના દોવડા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસ આરોપીઓની વધુ પૂછપરછમાં વ્યસ્ત છે.

દોવડા પોલીસ અધિકારી કમલેશ ચૌધરીએ જણાવ્યું કે દેવતલબ રામગઢના રહેવાસી નરેશ કલસુઆએ આ અંગે રિપોર્ટ આપ્યો હતો. તેના રિપોર્ટમાં નરેશે જણાવ્યું હતું કે 9 ઓગસ્ટના રોજ તે અને તેના મિત્રો કમલેશ અને લોકેશ બાઇક પર ખારોડ ફલા રામગઢ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ખારોદ ફલા રામગઢના કિશોર, હિતેશ અને અન્ય ત્રણ યુવકો બાઇક લઈને આવ્યા હતા. તેમની પાસે હથિયારો હતા. પાંચેય યુવકોએ કમલેશને અપશબ્દો બોલ્યા પછી અન્ય કોઈ જ વાતચીત કર્યા વગર માર મારવાનું શરૂ કર્યું જેના કારણે કમલેશ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો.

સારવાર દરમિયાન 13 ઓગસ્ટના રોજ કમલેશનું મોત 

કમલેશને સારવાર માટે ડુંગરપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન 13 ઓગસ્ટે કમલેશનું મોત થયું હતું. આ અંગે ડોવડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીને શોધવા માટે પોલીસ ટીમ બનાવવામાં આવી હતી. ટીમે આરોપીઓની શોધખોળ કરી અને કિશોર, હિતેશ, મોહન, રાહુલ અને હેમેન્દ્રને એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે.

ગામના યુવકોના જ બનેલા છે વોટ્સએપ ગ્રુપ

આરોપીની પૂછપરછ દરમિયાન તેણે ગુનો કર્યાની કબૂલાત કરી હતી. જેના આધારે પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો કે તેમના ગામમાં બુલેટ ગ્રૂપ અને 007 યુવાનોના નામે બે વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યા છે. જેમાંથી બુલેટ ગ્રુપનો એડમિન કમલેશ હતો. બંને વોટ્સએપ ગ્રુપમાં વર્ચસ્વની લડાઈના કારણે બીજા ગ્રુપના યુવકોએ બુલેટ ગ્રુપના એડમીન કમલેશને માર માર્યો હતો. હાલ પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે.

Published by:mujahid tunvar

First published:

Tags: National news, Whatsapp, Whatsapp group, બિહાર, હત્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here