આગામી બે દિવસો દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 19 થી 20 જુલાઇ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આગામી 3-4 દિવસો માટે મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશના ઘણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આઈએમડીનમા પૂર્વાનુમાનમાં નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં અલગ-અલગ સ્થાનો પર ભારે વરસાદની આગાહી છે. મરાઠાવાડ, તમિલનાડુ, પુડુચેરી, કેરળ, તેલંગાણા, આંધ્ર પ્રદેશમાં પણ વરસાદની આગાહી છે.
આ પણ વાંચો – મધ્ય પ્રદેશ : યાત્રીઓથી ભરેલી બસ નર્મદા નદીમાં ખાબકી, 14 લોકોનાં મોત
ગુજરાતમાં શું છે સ્થિતિ
ગુજરાતમાં એક-બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. જોકે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. અમુક જગ્યાઓ પર હળવો વરસાદ પણ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ બન્યો રહેશે. આ દરમિયાન અમુક જગ્યાઓ પર ભારે વરસાદ પણ પડી શકે છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આગામી 22 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ફરી વધશે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી નથી.
મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર કચ્છમાં અનેક જગ્યાએ વરસાદ થઈ શકે છે. ગુજરાત રિઝનમાં આજે અમુક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે. વલસાડ, નવસારી, ડાંગ, સુરત, દમણ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુરમાં અમુક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની કોઈ આગાહી નથી.”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat rain, India Weather, Weather Alert