હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે આગામી બે દિવસ હિમાલય વિસ્તાર અને ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારોમમાં વરસાદ નોંધાયો છે. હવે 27મી જાન્યુઆરીની રાતથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારને પ્રભાવિત કરી શકે છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશ, જમ્મુ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણા સહિત ઉત્તર ભારતના ઘણાં વિસ્તારોમાં આજે એટલે કે 25મી જાન્યુઆરીએ કરા સાથે વરસાદ થવાની સંભાવના છે. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં 28 જાન્યુઆરી સુધી વરસાદ થવાની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે પશ્ચિમ ભારતમાં 28 અને 29 જાન્યુઆરીએ વરસાદ થવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ રોહિત-શુભમને સેહવાગ-ગંભીરનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
આજે ક્યાં વરસાદ અને કરા પડવાની સંભાવના છે?
હવામાન અંગે આગાહી કરતી વેબસાઈટ સ્કાયમેટ વેધર મુજબ આજે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્ય વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. પંજાબ અને હરિયાણામાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળો પર ભારે વરસાદ થઈ શકે છે. પંજાબ, હરિયાણા, પશ્ચિમ મધ્ય ઉત્તરભારતના કેટલાક ભાગો, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત અન્ય ભાગો, લક્ષદ્વીપ, તામિલનાડુ, કેરળ, કર્ણાટકની દરિયાઈ પટ્ટી વિસ્તાર અને મહારાષ્ટ્રના અલગ-અલગ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર હરિયાણા, ઉત્તર પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં કરા પડવાની સંભાવના છે.
ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું છે, રાજ્યના ઘણાં ભાગોમાં ઠંડી સાથે ધુમ્મસ પણ છવાયું છે.
ક્યાં બદલાશે હવામાનનો મિજાજ?
જમ્મુ કાશ્મીર, હિમાચલપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે, જમ્મુ-કાશ્મીર અને હિમાલચ-ઉત્તરાખંડમાં હળવી હિમવર્ષા થઈ છે. હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણાના કેટલાક ભાગો, દિલ્હી અને પશ્ચિમ ઉત્તપ્રદેશમાં લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ સાથે મંગળવારે રાજસ્થાનમાં વરસાદ પણ થયો. માનવામાં આવે છે કે વરસાદના કારણે ઠંડીનું જોર વધી શકે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat Weather, India Weather Updates, Weather forecast, Weather update, Weather Updates