વીડિયોમાં ટિકિટ કાઉંટર પર બેઠેલા એક શખ્સે 500 રૂપિયાની નોટને 20 રૂપિયાની નોટ સાથે બદલતો જોઈ શકાય છે. ત્યાર બાદ પેસેન્જરને 125 રૂપિયાની ટિકિટ આપવા માટે વધુ પૈસાની માગ કરી રહ્યો છે.

નવી દિલ્હી: દિલ્હીના હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર એક રેલવે કર્મચારી દ્વારા છેતરપીંડીનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ટિકિટ કાઉંટર પર બેઠેલા એક શખ્સે 500 રૂપિયાની નોટને 20 રૂપિયાની નોટ સાથે બદલતો જોઈ શકાય છે. ત્યાર બાદ પેસેન્જરને 125 રૂપિયાની ટિકિટ આપવા માટે વધુ પૈસાની માગ કરી રહ્યો છે. આ મામલો દિલ્હી મંડલ, ઉત્તર રેલવેને ધ્યાનમાં આવ્યો છે અને કહ્યું કે, કર્મચારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો

રેલવે કર્મચારીની આવી કરતૂતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને શુક્રવારે Rail Whispers નામના યુઝર્સે ટ્વિટર પર શેર કર્યો હતો. પોસ્ટની સાથે કેપ્શનમાં જણાવ્યા અનુસાર, આ વીડિયો 22 નવેમ્બરનો છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યું છે કે, પેસેન્જર ગ્વાલિયર માટે સુપરફાસ્ટ ટ્રેનની ટિકિટ ખરીદવા ગયો હતો. તેના માટે તેણે ટિકિટ કાઉંટર પર 500ની નોટ આપી છે. રેલવે કર્મચારીએ તેને આપેલી 500ની નોટ નીચે પાડી દીધી અને પોકેટથી 20 રૂપિયા કાઢીને વધુ પૈસાની માગ કરી હતી.

સોશિયલ મીડિયા પર યુઝર્સે કહ્યું- આવું તો પહેલી વાર જોયું

ઘટનાનો વીડિયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો સોશિયલ મીડિયા પર કેટલાય યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. એક યુઝર્સે કહ્યું કે, મેં પહેલી વાર આવું જોયું, આ ખતરનાક છે. જો પેસેન્જરે રેકોર્ડીંગ ન કર્યું હોત તો ખબર નહીં શું થાત. તો વળી અન્ય એક યુઝર્સે કહ્યું કે, મારી સાથે આવું ચેન્નાઈમાં થઈ ચુક્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here