મુંબઈની પાલઘર પોલીસને લખેલા પત્રમાં શ્રદ્ધાએ જણાવ્યું હતું કે, આફતાબે તેની સાથે મારપીટ કરી હતી. તેનું ગળુ દબાવ્યું હતું. એટલું જ નહીં આફતાબે ધમકાવી અને બ્લેકમેલ કરી અને તેને જાનથી મારી ટુકડા ટુકડા કરી ફેંકી દેશે.
નવી દિલ્હી: દેશના બહુચર્ચિત શ્રદ્ધા વાલકર હત્યાકાંડમાં નવો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, શ્રદ્ધાએ આફતાબ વિરુદ્ધ બે વર્ષ પહેલા મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, શ્રદ્ધાએ મુંબઈ પોલીસને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, આફતાબ તેની સાથે મારપીટ કરે છે. જો સમય રહેતા પોલીસે કાર્યવાહી ન કરી તો તે તેની હત્યા કરી દેશે.
મુંબઈની પાલઘર પોલીસને લખેલા પત્રમાં શ્રદ્ધાએ જણાવ્યું હતું કે, આફતાબે તેની સાથે મારપીટ કરી હતી. તેનું ગળુ દબાવ્યું હતું. એટલું જ નહીં આફતાબે ધમકાવી અને બ્લેકમેલ કરી અને તેને જાનથી મારી ટુકડા ટુકડા કરી ફેંકી દેશે.
આફતાબે જાણી જોઈને પુરાવા નષ્ટ કર્યા
આરોપી આફતાબ પૂનાવાલાએ પુરાવાને જાણી જોઈને ષડયંત્ર અંતર્ગત ખતમ કર્યા છે. તેણે જે હથિયારથી શ્રદ્ધાના ટુકડા કર્યા તેને એ રીતે ફેંક્યું કે, તે ક્યારેય પોલીસના હાથમાં ન આવે. આરોપીએ આરી અને બ્લેડને ગુરુગ્રામ નજીકના ડીએલએફ નજીકમાં ફેંક્યા હતા. આ ઉપરાંડ અન્ય હથિયાર છત્તરપુરમાં 100 ફુટ રોડ પર કચરામાં ફેંક્યા હતા. બીજી તરફ આતફાબ ગુરુગ્રામમાં આવેલા જે કોલ સેન્ટરમાં નોકરી કરતો હતો. ત્યાં હવે વર્ક ફ્રોમ હોમ કરી દેવામાં આવ્યું છે.
આરોપીને જરાં પણ નથી પસ્તાવો
શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબ અમીન પૂનાવાલેના પોતે કરેલા કાંડ પર જરાંયે પસ્તાવો નથી. તે તપાસ અને પુછપરછના સમયે પોતાના દ્વારા કરેલા ગુના પર પસ્તાવો જાહેર કરવાની જગ્યાએ હસી રહ્યો હતો.