શું તમને દેખાયો ગાયો વચ્ચે છુપાયેલ કુતરો
ફાર્મિંગ કંપની ટામા (Tama) એ આ પઝલ બનાવી છે. જો તમારી પાસે ગરુડજેવી સૂક્ષ્મ નજર ન હોય તો ઢોર વચ્ચે કૂતરો શોધવો ખૂબ જ મુશ્કેલ છે. જેમનું મગજ જીનિયસની જેમ ચાલે છે તેઓ આ પઝલ સરળતાથી ઉકેલી શકે છે. જો કે, તમારે પહેલા એ સમજવું રહેશે કે ગાય (Optical Illusion Cow) અને કૂતરાના ચહેરા વચ્ચે શું તફાવત હોવો જોઈએ. તસવીરમાં દેખાતી ઘણી ગાયોની વચ્ચે છુપાયેલો કૂતરો (Optical Illusion Dog) પણ આવો દેખાઈ રહ્યો છે. ફરક માત્ર એટલો છે કે કૂતરાનો ચહેરો જોઈને સમજવું પડશે કે ગાયમાં અને તેમાં કેટલો ફરક છે.
એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં ઘણી ગાયો જોવા મળી રહી છે અને આ ગાયોના ટોળામાં એક કૂતરો (find dog) છુપાયેલો છે
આ પણ વાંચો – યુવતીને ભેંસ પ્રત્યે હતી ઘણી લાગણી, ભેંસ ખોવાઇ જતા યુવતીએ કરી લીધી આત્મહત્યા
વિશ્વભરના સોશિયલ મીડિયામાં છવાઈ છે આ તસવીર
સોશિયલ મીડિયા (social media) પર વાયરલ થયેલી આ તસવીરને દુનિયાભરના ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી છે અને લોકો એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કૂતરો ક્યાં છુપાયેલો છે. ધ સન અને મેલ ઓનલાઈન જેવી વેબસાઈટ્સે પણ આ તસવીર શેર કરીને તેમના દર્શકોને પૂછ્યું છે. શું તમને કૂતરો દેખાયો? જો નહિં, તો ચાલો તમને એક હિંટ આપીએ. કૂતરો ગાયોની મધ્યમાં છુપાયેલો છે. તમારે ચિત્રની ચોથી પંક્તિમાં જોવું પડશે. એક ગાય અને એક કૂતરો કાળા અને સફેદ રંગમાં છે અને બંને જમણી તરફ છે. શું તમારી પાસે પણ છે બાજ નજર તો તમે પણ આ પઝલ સોલ્વ કરી શકશો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Viral news, વાયરલ