કોરોના બાદ મંકીપોક્સના (Monkeypox)કારણે દુનિયામાં દહેશત ઊભી થઈ છે. અત્યાર સુધીમાં 75 દેશોએ 16 હજારથી વધુ દર્દીઓની પુષ્ટી કરી છે. ભારતમાં પણ મંકીપોક્સના ચાર કેસ (Monkeypox cases in india) સામે આવ્યા છે. ગુજરાતમાં (Monkeypox cases in Gujarat) હજુ સુધી એકપણ કેસ સામે આવ્યો નથી. દિલ્હીમાં જે દર્દીઓ સામે આવ્યા છે, તેમની કોઈ વિદેશ યાત્રાની હિસ્ટ્રી નથી. કેન્દ્ર સરકારે આ અંગે જરૂરી દિશાનિર્દેશ જાહેર કર્યા છે. મંકીપોક્સ (Monkeypox cases)સામે લડવા માટે જરૂરી ઉપાય કરવામાં આવ્યા છે. નિષ્ણાંતોએ જણાવ્યું છે કે, ભારતમાં મંકીપોક્સનો પ્રકોપ જોખમી રૂપ લે તેવી સંભાવના નથી. સાવચેતીના ભાગરૂપે કોઈપણ ઢીલાશ રાખી શકાય તેમ નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ મંકીપોક્સને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. તેમ છતાં આ બિમારી કોવિડ જેટલું ગંભીર રૂપ લઈ શકે તેવી કોઈ સંભાવના જોવા નથી મળી રહી.

પહેલો કેસ- ભારતમાં મંકીપોક્સનો પહેલો કેસ 12 જુલાઈના રોજ કેરળમાં નોંધાયો હતો. સંયુક્ત અરબ અમીરાત (UAE)ની રાજધાની તિરુવનંતપુરમમાંથી પરત ફરેલ 35 વર્ષીય વ્યક્તિમાં મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા હતા. આ વ્યક્તિ કેરળના કોલ્લમમાં રહે છે.

બીજો કેસ- કેરળમાં મંકીપોક્સનો બીજો કેસ 18 જુલાઈના રોજ સામે આવ્યો હતો. 31 વર્ષીય વ્યક્તિ દુબઈથી પરત ફર્યો, ત્યારે તેમાં મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા હતા. કેરળના કન્નૂરમાં રહેતો વ્યક્તિ 13 જુલાઈના રોજ ભારત પરત ફર્યો હતો, બાદમાં તે વ્યક્તિમાં મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા હતા.

ત્રીજો કેસ– કેરળમાં 35 વર્ષીય વ્યક્તિમાં મંકીપોક્સની પુષ્ટી થઈ હતી. તે UAEથી મલ્લપુરમ પરત ફર્યો હતો. તાવ આવ્યા બાદ તે વ્યક્તિને 13 જુલાઈના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 15 જુલાઈથી તે વ્યક્તિમાં મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા હતા.

ચોથો કેસ– નવી દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં રહેતા 34 વર્ષીય વ્યક્તિમાં રવિવારે મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા હતા. તે વ્યક્તિ ક્યારેય પણ વિદેશ ગયો નહોતો. તે ગયા મહિને પોતાના મિત્રો સાથે હિમાચલમાં ફરવા ગયો હતો. ત્યારબાદ તેને તાવ આવ્યો હતો. એક અઠવાડિયા સુધી તાવ ઉતર્યો નહોતો અને ત્વચા પર ફોડલીઓ થવા લાગી હતી, જેથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને મંકીપોક્સ થયો હોવાની પુષ્ટી કરવામાં આવી હતી.

આ પણ વાંચો – શું મંકીપોક્સ એઇડ્સ જેવો જાતીય રોગ છે? જાણો શું કહે છે મેડિકલ એક્સપર્ટ્સ

મંકીપોક્સના મામલે કેન્દ્ર સરકાર સતત નજર રાખી રહી છે. મંકીપોક્સના કેસ સામે આવ્યા તે પહેલા જ માર્ગદર્શિકા જાહેર કરીને સાવચેતી રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કેરળમાં મંકીપોક્સના કેસ સામે આવ્યા બાદ કેન્દ્રએ એક ઉચ્ચસ્તરીય ટીમ કેરળમાં મોકલી હતી. ગુરુવારે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે મંકીપોક્સને લઈને નવા આદેશ જાહેર કર્યા છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. જેમાં મંકીપોક્સને લઈને સાવચેતી રાખવાનું જણાવવામાં આવ્યું છે. વિદેશથી આવનાર યાત્રીઓની એરપોર્ટ પર તપાસ, શંકાસ્પદ કેસ મામલે પર્યાપ્ત ઈલાજ કરીને, સંક્રમિતોના સંપર્કમાં આવનાર તમામ લોકો પર નજર રાખવા જેવા આદેશ આપવામાં આવ્યા છે. કેન્દ્રએ તમામ રાજ્યોને હોસ્પિટલમાં ડેડીકેટેડ સેન્ટર બનાવવા માટે કહ્યું છે. દિલ્હીમાં મંકીપોક્સના કેસ સામે આવ્યા બાદ ફરી એક વાર રવિવારે ઉચ્ચસ્તરીય બેઠક કરવામાં આવી હતી.

કેરળમાં મંકીપોક્સના એક બાદ એક કેસ સામે આવતા રાજ્ય સરકારે મકીપોક્સને લઈને દિશાનિર્દેશ જાહેર કર્યા છે. જે વ્યક્તિઓમાં મંકીપોક્સના લક્ષણો જોવા મળે છે, તેમનો ઈલાજ અને તેમના સંપર્કમાં આવેલ લોકોની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ કેરળ સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે, ચિંતાની કોઈ વાત નથી. સંક્રમિત દર્દીઓના પરિવારને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે, તેમનામાં કોઈ લક્ષણ જોવા મળ્યા નથી.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને શનિવારે મંકીપોક્સને શનિવારે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. તે પહેલા 6 બિમારીઓ માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. વર્ષ 2009માં સ્વાઈન ફ્લૂ માટે, વર્ષ 2014માં પોલિયો અને ઈબોલા માટે, વર્ષ 2015માં ઝીકા માટે, વર્ષ 2018માં કે. ઈબોલા માટે અને વર્ષ 2019માં કોવિડમાટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વના 75 દેશોમાં મંકીપોક્સના 16 હજાર કેસ સામે આવ્યા છે. મંકીપોક્સના કારણે મૃત્યુ થવાની સંખ્યા ઓછી છે, મંકીપોક્સના કારણે અત્યાર સુધીમાં 5 લોકોના મૃત્યુ થયા છે.

અત્યાર સુધી મંકીપોક્સ વિશે માનવામાં આવતું હતું કે, સંક્રમિત વ્યક્તિના થૂંક, લોહી, વીર્ય અને ઈજા થયેલ જગ્યામાંથી નીકળતા લોહીના સંપર્કમાં આવવાથી મંકીપોક્સ ફેલાય છે. સંક્રમિત વ્યક્તિ સાથે વધુ રહેવામાં આવે તો પણ મંકીપોક્સ થઈ શકે છે. આ બિમારી મોટાભાગે પુરુષોને થઈ રહી છે. જે પુરુષ અન્ય પુરુષ સાથે યૌન સંબંધ બનાવે છે, તેમને સૌથી વધારે આ બિમારી થાય છે. થોડા સપ્તાહમાં મંકીપોક્સમાંથી સાજા થઈ જવાય છે. આ બિમારીથી જીવ જવાનું જોખમ 0 થી 11 ટકા રહેલું છે.

Published by:Ashish Goyal

First published:

Tags: India Government, Monkeypox

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here