હાથી (elephant)તેમના સમુદાય માટે પ્રબળ ભાવના અને ગાઢ સબંધો માટે જાણીતા છે. હાથી મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે મજબૂત, ઘનિષ્ઠ સબંધો વિકસાવવા માટે જાણીતા છે. કહેવાય છે કે હાથીઓ એકબીજા સાથે જીવનભર મિત્રતા બનાવે છે અને તેઓ તેમના ટોળાના સભ્યો અને મિત્રોના મૃત્યુનો શોક પણ કરે છે.એવા ઘણા કિસ્સા જાણવા મળ્યા છે, જેમાં હાથી તેમના મિત્રો મારી ગયા હોય ત્યાં પાછા આવીને રડે છે. હાથીઓમાં માતા હાથી પરિવારની મુખિયા હોય છે.

ત્યારે સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video)થયો છે. જેમાં માતા હાથી તેના નવજાત બચ્ચાને વરસાદથી બચાવતી જોવા મળે છે. આ વિડીયો તમિલનાડુના નીલગિરી જિલ્લાની ગુડાલુર નગરપાલિકા વિસ્તારનો છે અને તેને IAS અધિકારી સુપ્રિયા સાહુએ ટ્વિટર પર શેર કર્યો હતો.

સોમવારે સવારે ટ્વિટર પર 28-સેકન્ડનો આ વિડીયો શેર કરતા સાહુએ લખ્યું, “જ્યારે પૃથ્વી પર એક સુંદર હાથીના બચ્ચાનો જન્મ થાય છે, તે એક દુર્લભ ક્ષણ છે. માતા હાથી એક મોટી છત્રીની જેમ જ તેના પેટ નીચે રહેલા બાળકને ભારે વરસાદથી બચાવે છે.”

આ પણ વાંચો – જે ફ્લાઇટમાં સફર કરી રહ્યા હતા માતા-પિતા, તે પ્લેનને ઉડાવી રહ્યો હતો પુત્ર, પછી બની આવી ઘટના

સાહુનો વિડીયો 11,000 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. તેના પર કમેન્ટ કરતા એક ટ્વિટર યુઝરે લખ્યું હતું કે, “કેટલીકવાર પ્રાણીઓ પણ આપણને શીખવે છે કે કેવી રીતે પ્રેમ અને સ્નેહથી નાના બાળકોની સંભાળ રાખવી. આ રોજબરોજની મની-માઇન્ડેડ દુનિયામાં આ ખુબ જ સુંદર લાગે છે.”

અન્ય વ્યક્તિએ લખ્યું, “પ્રેમની સાચી અભિવ્યક્તિ. માતાનો બાળકો પ્રત્યેના પ્રેમને છુપાવી શકાતો નથી. કુદરતના પ્રેમનો અહેસાસ થયો. અદ્ભુત ફોટો શેર કરવા બદલ આભાર”. એક વ્યક્તિએ માતાના પ્રેમ વિષે લાગણી દર્શાવતા કહ્યું હતું કે, “માંના પ્રેમ જેવો શ્રેષ્ટ પ્રેમ દુનિયામાં કોઈ નથી.”

ગયા મહિને પણ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તમિલનાડુની સત્યમંગલમ નગરમાં કથિત રીતે લેવાયેલા આ વિડીયોમાં હાથીઓનું એક ટોળું રસ્તા પર ચાલતું હતું, જેમાં એક નવજાત બચ્ચું તેમના પગની વચ્ચે ચાલતું હતું અને તે ચારે બાજુથી સંપૂર્ણપણે ઢંકાયેલું હતું.

PBS મુજબ, હાથીના બચ્ચા બે વર્ષની ઉંમર સુધી ખોરાક માટે તેમની માતા પર સંપૂર્ણપણે નિર્ભર રહે છે. તેઓ તેમના ટોળાને 16 વર્ષની ઉંમરે છોડીને એક સ્વતંત્ર હાથી તરીકે જીવે છે.

Published by:Ashish Goyal

First published:

Tags: Viral, Viral videos



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here