કર્ણાટકના વિદ્યાર્થીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક અને યુવતી લિપ લોક કરતા જોવા મળે છે, તથા અન્ય વિદ્યાર્થીઓ પણ આ વીડિયોમાં ઊભા રહેલા જોવા મળે છે. એક વ્યક્તિ આ લિપ લોકનો વીડિયો ઉતારે છે. અન્ય વિદ્યાર્થીઓ યુવક યુવતીને ચિઅર અપ કરતા જોવા મળે છે. યુવક અને યુવતી લિપ લોકનો રેકોર્ડ બનાવતા હોય એવું લાગી રહ્યું છે. યુવક અને યુવતી વચ્ચે લિપ લોકની કોમ્પેટિશન ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે. સૂત્રો અનુસાર અનેક વિદ્યાર્થીઓ વીડિયોમાં એકબીજાને ઈન્ટીમેટ થવાની ચેલેન્જ આપતા જોવા મળે છે. આ તમામ વિદ્યાર્થીઓ પ્રખ્યાત કોલેજમાં ભણી રહ્યા છે.
આ પણ વાંચો – ‘જન્નત’માં હનીમૂન માટે ગયું દંપતી, રોમાન્સ બાદ પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી
સૂત્રો અનુસાર વિદ્યાર્થીઓએ કોલેજમાં લિપ લોકની કોમ્પેટીશનનું આયોજન કર્યું હતું. જેમાં અનેક વિદ્યાર્થીઓ સામેલ હતા. કહેવામાં આવે છે કે, આ કોમ્પેટીશનમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઈનામ આપવાનું એલાન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કર્ણાટકમાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને રાજ્યભરના માતા પિતામાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યા છે. માતા પિતા કહી રહ્યા છે કે, આ અમારા સંસ્કાર નથી. પોલીસના સૂત્રો અનુસાર મેંગ્લોર પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે. લિપ લોકના વીડિયોમાં સામેલ યુવકની ધરપકડ કરવામાં આવી છે. એક વિદ્યાર્થીએ આ વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધો છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓએ ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Karnataka news, Social media, કર્ણાટક