ગાજિયાબાદ બોર્ડર પાસેથી ધરપકડ કરી
હાપુડના બીજા પોલીસે ઓફિસરે જણાવ્યું કે પિલખુલા પોલીસ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ટીમે બર્નાર્ડને ગાજિયાબાદ બોર્ડર પાસે રહેલા ટોલ પ્લાઝથી પકડ્યો હતો. તે ટીમને ખબર હતી કે બર્નાર્ડ સામે મેઘાલય પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. બર્નાર્ડ સામે બિન જામીનપાત્ર વોરન્ટ પણ જાહેર થયું છે.
આ પણ વાંચો – બીજેપીના યુવા નેતાની ક્રૂર હત્યા, ધારદાર હથિયારથી કર્યો હુમલો
પોલીસ અધિકારીએ જણાવ્યું કે રેઇડ દરમિયાન દારૂની લગભગ 400 બોટલ અને 500થી વધારે કોન્ડોમ મળી આવ્યા હતા. આ દરમિયાન 27 વાહન, 8 ટૂ વ્હિલર, કોસબો અને તીર પણ જપ્ત કર્યા હતા.
રેઇડ દરમિયાન છ સગીર યુવક-યુવતીઓને બચાવ્યા
વેસ્ટ ગારો હિલ્સ જિલ્લાના પોલીસ અધિક્ષક વિવેકાનંદ સિંહે તે સમયે જણાવ્યું હતું કે મારકના સ્વામિત્વવાળા ફાર્મહાઉસ રિંપૂ બાગાન પર રેઇડ કરી હતી. આ દરમિયાન છ સગીર યુવક-યુવતીઓને બચાવ્યા હતા. જેમાં ચાર યુવક અને બે યુવતીઓ સામેલ હતી. આરોપ છે કે આ બાળકો વેશ્યાવૃતિ માટે મેઘાલય બીજેપીના ઉપાધ્યક્ષ બર્નાર્ડ એન મારક અને તેના સહયોગીઓ દ્વારા રિંપૂ બાગાનમાં કેબિન જેવા રૂમમાં બંધ મળી આવ્યા હતા. પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો – પોતાની ભાભીને રાત્રે ફોન પર વાત કરતા જોઇ ગયો દિયર, પછી ભર્યું આવું પગલું
ફાર્મ હાઉસમાં 33 નાના રૂમ
રિપોર્ટ પ્રમાણે ફાર્મ હાઉસમાં કુલ 33 નાના રૂમ હતા. પોલીસ અધિકારીએ કહ્યું કે આ એ જ સ્થાન છે જ્યાં યુવતીનું યૌન ઉત્પીડન કરવામાં આવ્યું હતું અને આ સંબંધમાં કેસ નોંધવામાં આવ્યા હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Meghalaya, Sex racket