વેલિંગ્ટન: વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) ભારત અને ન્યુઝીલેન્ડ (India and New Zealand)ના દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, દેશમાં રમતના વિકાસમાં તેમના યોગદાન માટે ભારત હંમેશા ભૂતપૂર્વ કોચ જ્હોન રાઈટ (John Wright) અને સ્ટીફન ફ્લેમિંગનો (Stephen Fleming) સદાય આભારી રહેશે. વિદેશમંત્રી હાલ ન્યુઝીલેન્ડનાં પ્રવાસે છે. તેમણે

આ બધા સહયોગનું પરિણામ ખરેખર ક્રિકેટ

વિદેશ મંત્રીએ (S Jaishankar) કહ્યું, “જ્યારે આપણે ન્યુઝીલેન્ડ વિશે વિચારીએ છીએ, ત્યારે આપણા મગજમાં ઘણું બધું આવે છે. હું કહીશ કે, આ બધા સહયોગનું પરિણામ ખરેખર ક્રિકેટ જ છે. ક્રિકેટના મેદાન પર બંને દેશો વચ્ચેના પરસ્પરના મળતાં સહકારને અન્ય દેશો પણ જોઇને અનુસરી શકે છે.”

 આ પણ વાંચો: Video: ઓસ્ટ્રેલિયા ના સુધર્યું, મેચ દરમિયાન ખેલાડીએ કર્યું ‘ચીટિંગ’, કેમેરામાં કેદ થયુ શરમજનક કામ

ભારતીયો જ્હોન રાઈટને ક્યારેય ભૂલી શકશે નહીં

ભારતના વિદેશ મંત્રી (S Jaishankar)એ ભારતના ભૂતપૂર્વ કોચ જ્હોન રાઈટ(John Wright)નો પણ ઉલ્લેખ કર્યો, જેઓ ન્યુઝીલેન્ડના હતા. જયશંકરે કહ્યું કે, ભારતીયો જ્હોન રાઈટને (John Wright) ક્યારેય ભૂલી શકશે નહીં અને જે કોઈ આઈપીએલ મેચ જોશે, તે સ્ટીફન ફ્લેમિંગ (Stephen Fleming) ને અવગણી નહીં શકે. ક્રિકેટ સાથે અમે દરેકને શુભેચ્છા પાઠવીએ છીએ, તેમ છતાં અમે અમારી ટીમ જીતે તેવું ઇચ્છીએ છીએ. તમને જણાવી દઈએ કે, જ્હોન રાઈટ વર્ષ 2000થી 2005 સુધી ભારતીય ક્રિકેટ ટીમના કોચ હતા. રાઈટ ભારતીય ટીમમાં સામેલ થનાર પ્રથમ વિદેશી કોચ હતા. જ્હોને 2010થી 2012 સુધી ન્યૂઝીલેન્ડ ટીમને કોચિંગ પણ આપ્યું હતું. તેમના કોચિંગ હેઠળ ભારત 2003માં ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું હતું.

રોસ ટેલર જયશંકરના મનપસંદ ક્રિકેટર

એસ જયશંકરે (S Jaishankar) કહ્યું, કે ન્યુઝીલેન્ડના કિવિ કપ્તાન વિલિયમસન ભારતીયો વિશે સૌથી વધુ જાણકરી ધરાવે છે અને તે ઘણી રસપ્રદ બાબત છે. વિદેશમંત્રીના પ્રિય ક્રિકેટર ન્યુઝીલેન્ડના ક્રિકેટર રોસ ટેલર છે. તે જ સમયે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ (Stephen Fleming) ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ હતા. ફ્લેમિંગે 2010, 2011, 2018 અને 2021માં ચાર વખત CSKને IPLનો તાજ પહેરાવ્યો છે અને તે ઘણી આવડત ધરાવનાર કોચ સાબિત થયા છે. કિવિ કેપ્ટન વિલિયમસન IPL ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમના હાલના કેપ્ટન છે.

First published:

Tags: India vs new zealand, S Jaishankar, ક્રિકેટ, ભારત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here