અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું હતું કે શ્રીમતી દ્રોપદી મુર્મૂ જી ને દેશના સર્વોચ્ચ પદ પર પસંદ થવાની ઐતિહાસિક ક્ષણ પર તેમની મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમના પ્રચંડ વિજય પર આખા દેશમાં વિશેષકરીને જનજાતિય સમાજ ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે. મોદી જી ના નેતૃત્વમાં NDA ના સહયોગીઓ, અન્ય રાજનીતિક દળો અને અપક્ષ જનપ્રતિનિધિઓનું જનજાતિય ગૌરવ શ્રીમતી દ્રોપદી મુર્મૂ જી ના પક્ષમાં મતદાન કરવા પર આભાર વ્યક્ત કરું છું. મને વિશ્વાસ છે કે ભારતના 15માં રાષ્ટ્રપતિના રૂપમાં મુર્મૂ જીનો કાર્યકાળ દેશને વધારે ગૌરવાન્વિત કરશે.
આ પણ વાંચો – દ્રૌપદી મુર્મૂના જીવનમાં બની ત્રણ કરુણ ઘટનાઓ, હિંમતભેર સામનો કર્યો અને આજે બન્યા રાષ્ટ્રપતિ
અમિત શાહે કહ્યું હતું કે દ્રોપદી મુર્મૂ જી જે મુશ્કેલ પરિસ્થિતિઓથી સંઘર્ષ કરીને આજે દેશના સર્વોચ્ચ પદ પર પહોંચ્યા છે તે આપણા લોકતંત્રની અપાર શક્તિને દર્શાવે છે. આટલા સંઘર્ષો પછી પણ તેમણે જે નિસ્વાર્થ ભાવથી પોતાને દેશ અને સમાજની સેવામાં સમર્પિત કર્યા તે બધા માટે પ્રેરણારૂપ છે.
श्रीमती द्रौपदी मुर्मू जी को देश के सर्वोच्च पद पर चुने जाने के ऐतिहासिक क्षण पर उनसे भेंट कर उन्हें बधाई दी।
राष्ट्रपति चुनाव में उनकी प्रचंड विजय पर पूरा देश विशेषकर जनजातीय समाज उत्साह व हर्षोल्लास के साथ जश्न मना रहा है। pic.twitter.com/tstOCfsd0p— Amit Shah (@AmitShah) July 21, 2022
ગૃહમંત્રીએ કહ્યું કે એક અતિ સામાન્ય જનજાતિય પરિવારથી આવનાર NDA ઉમેદવાર દ્રોપદી મુર્મૂ જી નું ભારતના રાષ્ટ્રપતિ તરીકે પસંદ થવું દેશ માટે અંત્યત ગૌરવની ક્ષણ છે. તેમને અભિનંદન પાઠવું છું. આ વિજય અંત્યોદયના સંકલ્પને ચરિતાર્થ કરવા અને જનજાતિય સમાજના સશક્તિકરણની દિશામાં એક મીલનો પત્થર છે.
પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન
પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને દ્રોપદી મુર્મૂને અભિનંદન પાઠવ્યા હતા. પીએમે કહ્યું કે ભારતે ઇતિહાસ રચી દીધો છે. આવા સમયમાં જ્યારે સવા અબજ ભારતીય આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે, પૂર્વી ભારતના એક દૂરના ભાગમાં જન્મેલ આદિવાસી સમુદાયમાંથી આવનાર ભારતની દીકરીને આપણા રાષ્ટ્રપતિ તરીકે પસંદ કર્યા છે.
પીએમે કહ્યું કે દ્રોપદી મુર્મૂ જી નું જીવન, તેમનો શરૂઆતનો સંઘર્ષ, તેમની સમૃદ્ધ સેવા અને તેમના અનુકરણીય સફળતા દરેક ભારતીયોને પ્રેરિત કરે છે. તે આપણા નાગરિકો, વિશેષ રૂપથી ગરીબો અને દલિતો માટે આશાનું કિરણ બનીને ઉભર્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Amit shah, Draupadi Murmu, Election 2022, પીએમ મોદી