પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે માનવામાં આવતું હતું કે અવરજવરના આધુનિક સાધનો પર પ્રથમ અધિકાર ફક્ત મોટા-મોટા શહેરોનો જ છે. જોકે હવે સરકાર પણ બદલી, મિજાજ પણ બદલ્યો છે. આ મોદી છે, આ યોગી છે જૂના વિચારને છોડીને, નવી રીતથી આગળ વધી રહ્યા છીએ.
પીએમે કહ્યું કે યૂપી નવા સંકલ્પોને લઇને હવે ઝડપથી દોડવા માટે તૈયાર થઇ ગયું છે. આ જ સબકા સાથ, સબકા વિશ્વાસ છે. કોઇ પાછળ ન રહે, બધા મળીને કામ કરે, આ દિશામાં ડબલ એન્જીન સરકાર સતત કામ કરી રહી છે. યૂપીના નાના-નાના જિલ્લા હવાઇ સેવા સાથે જોડાયા, આ માટે પણ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે.
આ અત્યાધુનિક એક્સપ્રેસ-વે ઉત્તર પ્રદેશના બુંદેલખંડ ક્ષેત્રના 7 જિલ્લામાંથી પસાર થશે. તેમાં સ્થાનીય લોકોને રાજધાની દિલ્હી સુધી પહોંચવામાં આસાની રહેશે. સાથે આ ક્ષેત્રની અર્થવ્યવસ્થામાં ઘણો સુધારો થશે. પીએમ મોદીએ ફેબ્રુઆરી બુંદેલખંડ એક્સપ્રેસ-વે (Bundelkhand Expressway)ની આધારશિલા રાખી હતી. કોરોના મહામારી દરમિયાન પણ તેના નિર્માણ કાર્યમાં બાધા પહોંચવા દીધી ન હતી. તેનું પરિણામ એ છે કે આ નક્કી કરેલી ડેડલાઇનથી 6 મહિના પહેલા જ બુંદેલખંડ એક્સપ્રેસ-વે જનતા માટે ખોલવામાં આવી રહ્યો છે. આ એક્સપ્રેસ-વે ને બનાવવામાં 14,850 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે..
આ પણ વાંચો – ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે જાહેર કર્યો વીડિયો, સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવા પાછળનું અસલી કારણ જણાવ્યું
Bundelkhand Expressway will ensure seamless connectivity and further economic progress in the region. https://t.co/bwQz2ZBGuZ
— Narendra Modi (@narendramodi) July 16, 2022
બુંદેલખંડ એક્સપ્રેસ-વે ના નિર્માણથી હવે ચિત્રકૂટથી દિલ્હીનું અંતર ફક્ત 6 કલાકમાં પુરુ થઇ જશે. આ એક્સપ્રેસ-વે ના નિર્માણથી યૂપીના આ પછાત વિસ્તારમાં ઉદ્યોગ ધંધા લગાવવાની સાથે એપીએમસીની સંખ્યા પણ વધશે. જેનાથી ઓછા સમયમાં ખેડૂત પોતાના પાકને દિલ્હી કે પછી મોટા માર્કેટમાં પહોંચાડી શકશે. આ નિર્માણ દરમિયાન આરામદાયક અને આસાન યાત્રા માટે કુલ 19 ફ્લાય ઓવર્સ, 224 અંડરપાસ, 14 મોટા બ્રિજ, 286 નાના બ્રિજ અને 4 રેલવે ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. બુંદેલખંડ એક્સપ્રેસ -વે ચિત્રકૂટ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન, ઔરેયા અને ઇટાવા જિલ્લામાંથી પસાર થશે
પાણીના દરેક ટીપા બચાવવાનો પ્રયત્ન
એક્સપ્રેસ-વે પર દરેક 500 મીટર પર વોટર હાર્વેસ્ટિંગ માટે રિવર્સ બોરિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. વરસાદનું પાણી પાક્કા નળીયાથી 15 મીટર લાંબા, 3 મીટર પહોળા અને 3 મીટર ઉંડા હોજમાં જશે. અહીંથી 50-50 ફૂટ ઉંડાઇમાં રિવર્સ બોરિગથી પાણી ભૂગર્ભમાં સમાઇ જશે.
Tomorrow, 16th July is a special day for my sisters and brothers of the Bundelkhand region. At a programme in Jalaun district, the Bundelkhand Expressway will be inaugurated. This project will boost the local economy and connectivity. https://t.co/wYy4pRQgx4 pic.twitter.com/Y2liHsxE5U
— Narendra Modi (@narendramodi) July 15, 2022
6 મહિના સુધી નહીં આપવો પડે ટોલ
બુંદેલખંડ એક્સપ્રેસ વે પર યાત્રા કરનાર માટે એક ખુશખબરી છે. 6 મહિના સુધી ટોલ માટે લોકોએ એકપણ રૂપિયા આપવો પડશે નહીં. 7
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Expressway, પીએમ મોદી, મોદી સરકાર