આ ઘટના ઉત્તર પ્રદેશના (Uttar Pradesh)જાલૌન જિલ્લાના કુરોના ગામમાં બની છે. મળેલી જાણકારી પ્રમાણે કુરાના ગામના રહેવાસી બૈની કેવટના ઘરે ત્રણ ભેંસો હતી. જેની દેખરેખ તેમની પુત્રી રજની કરતી હતી. ભેંસોને ચારો આપવાથી લઇને પાણી પીવડાવવા સુધીના કામ રજની જ કરતી હતી. રજનીને ભેંસો સાથે ઘણી લાગણી હતી અને તે મોટાભાગનો સમય ભેંસો સાથે જ પસાર કરતી હતી. પિતાએ જણાવ્યું કે 8 જુલાઇના રોજ ભેંસને ચરવા માટે મોકલી હતી પણ તે પાછી આવી ન હતી.
ભેંસ ખોવાઇ જતા રજની ઉદાસ રહેવા લાગી હતી. તેણે 20 જુલાઇના રોજ ઘરે ગળે ફાંસો ખાઇ લીધો હતો. હાલત ગંભીર થતા તેને ઝાંસીની મેડિકલ કોલેજ લાવવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. પિતાએ કહ્યું કે અમારી ભેંસ પણ ગઇ અને પુત્રી પણ ગુમાવી દીધી છે.
આ પણ વાંચો – જે દીકરી પિતાને ભાર લાગતી હતી તે બની રાજ્યમાં ટોપર, મેળવ્યા 99.4 ટકા, સંઘર્ષની કહાની સાંભળી રડી પડશો
કૂતરાનું મોત થતા બોસે રજા ન આપી, મહિલાએ નોકરીમાંથી રાજીનામું આપી દીધું
જે લોકોને ઘરમાં પ્રાણીઓ (Animals)પાળવાનો શોખ હોય છે, તે લોકો માટે તે પ્રાણી સભ્યની જેમ બની જાય છે. તેને તમામ લોકોની જેમ સુખ સુવિધાઓ આપે છે અને જો કંઈપણ થઈ જાય તો પાલતુ પ્રાણીનો માલિક હેરાન પરેશાન થઈ જાય છે. જો તે વ્યક્તિની ભાવનાને સમજવામાં ન આવે તો પરિણામ ખૂબ જ ગંભીર આવે છે. એક મહિલાએ પણ કંઈક આ જ પ્રકારે કર્યું છે.કૂતરાનું મોત થતા બોસે રજા ન આપી તો મહિલાએ નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે.
Reddit પર એક મહિલાએ જણાવ્યું કે, તેના બોસે તેને પાલતુ કૂતરાનું મોત થવા પર રજા આપી ન હતી. પાલતુ કૂતરાના મોતને રજાનું કારણ ન માન્યું અને તેને ઠપકો આપ્યો હતો. આ કારણોસર મહિલાએ તે નોકરી છોડી દીધી. પાલતુ કૂતરું મરી જાય તો રજા આપવાનો કોઈ નિયમ નથી. જો ભાવનાત્મક રીતે જોવામાં આવે તો પાલતુ કૂતરાનું મોત થાય તો થોડા દિવસની રજા આપવામાં આવે છે. ત્યારે મહિલાના બોસે તેને રજા ન આપી અને મહિલાએ રાજીનામું આપી દીધું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર