પોલીસે જણાવ્યું હતું કે, આ કેસમાં ડો.અનાહિતા પંડોલે (Dr. Anahita Pandole)ના પતિનું નિવેદન નોંધવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, લેનમાં અચાનક બદલાવના કારણે આ અકસ્માત થયો હતો, જેમાં અનાહિતા કાર પર કાબૂ ન રાખી શકી. તેના પતિ ડેરિયસ પંડોલે (Darius Pandole)એ જણાવ્યું હતું કે અચાનક લેન બદલાયા બાદ કારની સામે એક વાહન આવી ગયું હતું. ત્યારે અનાહિતા કાર પર કાબૂ રાખી શકી ન હતી. આ અકસ્માતમાં અનાહિતા અને તેના પતિ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અનાહિતાની સારવાર હજુ ચાલી રહી છે. આથી તેમનું નિવેદન નોંધવામાં આવ્યું ન હતું. ડીવાયએસપી પ્રશાંત પરદેશીએ આ માહિતી આપી છે.
Cyrus Mistry death: Police file case against co-passenger driving during accident
Read @ANI Story | https://t.co/jHpDpZi7jy
#CyrusMistry #CyrusMistryDeath pic.twitter.com/pso6T9AwBp
— ANI Digital (@ani_digital) November 5, 2022
ડેરિયસ થઇ ચૂક્યા છે ડિસ્ચાર્જ
અનાહીતા પંડોલેના પતિ ડેરિયસ પંડોલેને થોડા દિવસ પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડેરિયસ પંડોલની સારવાર મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ (Sir HN Reliance Foundation Hospital)માં ચાલી રહી હતી. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે જે રીતે અનાહિતાની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે, તેને જલ્દી જ હોસ્પિટલમાંથી રજા મળી શકે છે.
અકસ્માત સમયે આ લોકો હતા કારમાં સવાર
4 સપ્ટેમ્બરના રોજ સાયરસ મિસ્ત્રીની કારને ગુજરાતથી મુંબઇ પરત ફરતી વખતે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના કાસા નદીના પુલ પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રી અને તેના એક મિત્ર જહાંગીર પંડોલેનું મોત નીપજ્યું હતું. જ્યારે આ ગંભીર અકસ્માતમાં, ડેરિયસ અને અનહિતા પંડોલેને ઈજા થઈ હતી. કારમાં ચાર લોકો સવાર હતા. અનાહિતા પંડોલે ડ્રાઇવિંગ કરી રહી હતી, તેના પતિ બાજુની સીટ પર બેઠા હતા. આ સાથે જ મિસ્ત્રી અને જહાંગીર બંને પાછળની સીટ પર બેઠા હતા.
ગાડી ઓવરસ્પીડ કે સડકની ડિઝાઇન ખરાબ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ જે મર્સીડીઝ કારમાં સાયરસ મિસ્ત્રી સહિત ચાર લોકો મુસાફરી કરી રહ્યા હતા. મુંબઈથી 120 કિમી દૂર પાલઘર જિલ્લામાં ચારોટી ચેક પોસ્ટ પાર કર્યા બાદ તેમણે માત્ર 9 મિનિટમાં 20 કિ.મી. નું અંતર કાપ્યું હતું. તેમજ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા બે લોકોએ સીટ બેલ્ટ પહેર્યા ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Accident News, Accidentdeath, Cyrus mistry, Deaths